પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા એક રહેણાંક મકાનમાં એલ.સી.બી. એ દરોડો પાડ્યો હતો, ત્યારે એક વૃદ્ધ વિદેશી દારૂ વ્હીસ્કીની ૧૩ બોટલ સાથે ઝડપાયા હતા, તો આ દારૂ પૂરો પાડનાર બે શખ્સો સામે પણ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં મહેર સમાજ ભવન પાસે રહેતા જયેન્દ્ર દામજીભાઈ લુક્કા નામના વૃદ્ધના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા એક રહેણાંક મકાનમાં એલ.સી.બી. એ દરોડો પાડ્યો હતો, ત્યારે એક વૃદ્ધ વિદેશી દારૂ વ્હીસ્કીની ૧૩ બોટલ સાથે ઝડપાયા હતા, તો આ દારૂ પૂરો પાડનાર બે શખ્સો સામે પણ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.આથી એલ.સી.બી. ની ટીમે દરોડો પાડ્યો ત્યારે જયેન્દ્રભાઈના કબ્જામાંથી વ્હીસ્કીની અલગ-અલગ બ્રાન્ડની ૧૩ બોટલ, કિંમત રૂપીયા ૮ર૦૦ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આ દારૂ તેમને ધરમપુરના ગોગન પાલાભાઈ મોરી અને ખાખચોકના ચિરાગ મનોજભાઈ મોદી આપી ગયા હોવાનું સામે આવ્યું હતું. આથી આ ત્રણેય શખ્સો વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને દારૂ પૂરો પાડનાર બન્ને શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
