Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

મહાઠગ કિરણ પટેલને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ભેજાબાજ કિરણ પટેલની કસ્ટડી લઈ લીધી છે અને ટીમ ઉધમપુરથી શ્રીનગર તરફના હાઇવે પર પહોંચી છે. આવતીકાલ સુધીમાં ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલને અમદાવાદ લઈને આવી શકે છે. 

અમદાવાદમાં નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ

જણાવી દઈએ કે, મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ અમદાવાદમાં પણ છેતરપિંડીની ફરિયાદ થઈ છે. આરોપ છે કે, કિરણ પટેલે પીએમઓના નકલી એડિશનલ ડાયરેક્ટર બનીને સરકારી ખર્ચે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેણે સંવેદનશીલ સ્થળોની મુલાકાત લીધી હતી અને સરકારી ખર્ચે ઝેડ પ્લસ સિક્યોરિટી, ફાઇવ સ્ટાર હોટેલ, બુલેટ પ્રૂફ કારની પણ મજા માણી હતી. જો કે, તેની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાતા જમ્મુ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. કાશ્મીરમાંથી પકડાયેલા મહાઠગ કિરણ પટેલ સામે હવે એજન્સી એન્ફોર્સ ડિરેટરેટે તપાસ શરૂ કરી છે. ત્યાર હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ બ્લફ માસ્ટર કિરણ પટેલને આવતીકાલે વહેલી સવાર સુધી અમદાવાદ લઇને આવે તેવી શક્યતા છે. 

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે રોડ માર્ગે શ્રીનગરથી અમદાવાદ લવાશે

અમદાવાદના ઈસનપુરનો રહેવાસી કિરણ પટેલે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ પર આરોપ છે કે તેમણે સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ બંગ્લોઝને પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યના પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો સિંધુ ભવન રોડ પર આવેલો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડી તેમ જ રિનોવેશનના 35 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આ કેસમાં માલિની પેટલનું નામ સામે આવતા તે ફરાર થઈ ગઈ હતી. જોકે, થોડા દિવસ પહેલા જ પોલીસે તેની જંબુસરમાંથી ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવ્યા છે. મહાઠગ કિરણ પટેલને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે રોડ માર્ગે શ્રીનગરથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ, કિરણ પટેલના રિમાન્ડ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કોર્ટમાં તેને રજૂ કરશે. હાલ જમ્મુમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે કિરણ પટેલની કસ્ટડી લીધી હોવાની માહિતી છે.

संबंधित पोस्ट

शराब तस्करी के आरोप में गुजरात पुलिस ने राजस्थान के सरपंच पति को किया गिरफ्तार, 8 साल से चल रहा था फरार

Admin

तुनिषा शर्मा खुदकुशी मामला : अदालत में पुलिस ने कहा- “जांच में सहयोग नहीं कर रहा शीज़ान खान”

Admin

પાકિસ્તાનમાં હોળીની ઉજવણી કરી રહેલા હિન્દુ વિદ્યાર્થીઓ પર બે દિવસમાં બીજો હુમલો

Karnavati 24 News

રાજકોટમાં આવેલ ધનંજય ફાઇનાન્સ પેઢી ઉઠી ગઈ: ૨૦થી વધુ લોકોના રૂપિયાનું ફુલેકું વાળી રફુચક્કર થઈ

Admin

રાજકોટ – જેતલસર ગામના ચકચારી મચાવનાર સગીરા હત્યા કેસમાં દોષિતને ફાંસી

Karnavati 24 News

તુલસીધામ શાક માર્કેટ પાસે આવેલી એસએલડી એચેન્ઝા એપાર્ટમેન્ટમાં રહેતાં હિતેષ કરશન જાવીયા દહેજ ખાતે ટ્રેક્ટર એન્ડ સ્પેર પાર્ટ્સની દુકાને ચલાવે છે.

Admin
Translate »