



પાકિસ્તાનમાં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથ દ્વારા હોળીની ઉજવણી કરી રહેલા હિન્દુ વિદ્યાર્થીઓ પર બે દિવસમાં બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. મંગળવારે કરાચી યુનિવર્સિટીમાં હોળીની ઉજવણી કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા હુમલામાં 15 હિન્દુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
યુનિવર્સિટીના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે સિંધી વિભાગમાં હિન્દુ અને અન્ય વિદ્યાર્થીઓ હોળીની ઉજવણી કરી રહ્યા હતા અને એકબીજા પર રંગો ફેંકી રહ્યા હતા. દરમિયાન હુમલામાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અધિકારીઓએ કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ. આ અમારી નીતિ વિરુદ્ધ છે.
આ ઘટના બાદ એક હિન્દુ વિદ્યાર્થીનીએ ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં સમગ્ર ઘટનાની વિગતો આપવામાં આવી છે. વિદ્યાર્થીએ કહ્યું, ઇસ્લામી જમિયત તુલબાના કેટલાક કાર્યકર્તાઓએ હોળીની ઉજવણી કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. આ પહેલા સોમવારે પંજાબ યુનિવર્સિટીના લો કોલેજ કેમ્પસમાં હિન્દુ વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ ઘટના ખાસ કરીને પાકિસ્તાનમાં હોળીની ઉજવણી કરતા સમયે પણ બની હતી. ત્યારે હિન્દુ વિદ્યાર્થીઓ પર બે દિવસમાં બીજો હુમલો થયો છે. આમ બીજીવાર આ ઘટના બની હતી.