Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અરવલ્લી અને સાબરકાંઠામાં લૂંટ અને અપહરણના ગુનાના આરોપીને મોડાસાના ગાજણ નજીકથી પોલિસે ઝડપ્યો

અરવલ્લી જિલ્લામાં નાસતા – ફરતા આરોપીઓને પકડવાનો સિલસિલો યથાવત છે ત્યારે વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઝડપાયેલ આરોપીનો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં દબદબો હતો. 

અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે એક ખૂંખાર નાના ડોડીસરાના બુટલેગર જયદેવ ઉર્ફે પિન્ટુ ડુંડને ગાજણ ટોલટેક્ષ નજીક ખાનગી વાહનમાંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લૂંટ,અપહરણ, મારધાડ ગુન્હાનો કુખ્યાત બુટલેગર નાના ડોડીસરાનો જયદેવ ઉર્ફે પીન્ટુ બિપિન ડુંડ ખાનગી વાહનમાં મોડાસા તરફ આવવાનો બાતમી મળતા ગાજણ ટોલટેક્ષ નજીક વોચ ગોઠવી ખાનગી વાહન આવતા કોર્ડન કરી જયદેવ ઉર્ફે પિંટુ ડુંડને દબોચી લેતા કુખ્યાત બુટલેગરના મોતિયા મરી ગયા હતા બુટલેગર પોલીસને ગેરમાર્ગે દોરવા અનેક ધમપછાડા કર્યા હતા જો કે બાતમી સચોટ હોવાથી મોબાઈલ પોકેટ કોપની મદદની સાથે યુક્તિ પ્રયુક્તિથી સકંજામાં લીધો હતો

પોલિસે પકડેલ જયદેવ ઉર્ફે પીન્ટુ સામે મોડાસા ગ્રામ્ય પોલિસ મથક, ભિલોડા પોલિસ મથકે 3, શામળાજી પોલિસ મથકે 1,  મોડાસા ટાઉન પોલિસ મથકે1 જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 1 ગુનો નોંધાયો છે.

संबंधित पोस्ट

અમદાવાદ: ઠંડાપીણાની મજા લેતા પહેલા ચેતી જજો…રેડમાં અયોગ્ય 700 લીટર ઠંડાપીણા-શરબતનો નાશ કરાયો, આટલી એકમોને નોટિસ

Admin

ભારતમાં નકલી નોટોની જાળ ફેલાવી રહી છે ડી કંપની! NIAની તપાસમાં દાઉદની ગેંગની ભૂમિકા સામે આવી

Admin

ઓસ્ટ્રેલિયા બાદ કેનેડામાં હિંદુ મંદિરમાં તોડફોડ, દીવાલો પર લખાયા નફરતથી ભરેલા સૂત્રો

Admin

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનનું તાળુ તોડી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી તસ્કરો ફરાર થઈ જતાં

Admin

हरिद्वार : जेल में कैद अपराधी सुनील राठी ने मांगी पचास लाख की रंगदारी

Admin

હત્યાનો બદલો હત્યા! અતીક અહેમદ અને ઉમેશ પાલની હત્યાની સ્ક્રિપ્ટ કેમ એક સરખી જ લાગે છે?

Admin
Translate »