Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

આજે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, કમોસમી વરસાદ, તમિલ સંગમને લઈને ચર્ચા

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠકનું આયોજન સીએમની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. જેમાં કમોસમી વરસાદથી થયેલા, તમિલ સંગમ સહીતના કાર્યક્રમોને લઈને વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. આ સિવાય પણ અન્ય મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ સચિવાલય ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને રાજ્ય સ્તરીય કેબિનેટ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકની અંદર કેબિનેટ કક્ષાના મંત્રીઓની ઉપસ્થિતિમાં આ આયોજન કરાયું છે. 

કમોસમી વરસાદ
છેલ્લા કેલાક સમયથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. ત્યારે પડી રહેલા કમોસમી વરસાદ બાદ સર્વેની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવશે. 

સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમ 
સૌરાષ્ટ્ર અને તમિલ સંગમના કાર્યક્રમને લઈને વિશેષ ચર્ચા કરવામાં આવશે, સોમનાથ વેરાવળથી તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બની શકે છે પીએમ પણ હાજરી આપી શકે છે ત્યારે આ મુદ્દે તૈયારીઓને લઈને ચર્ચા થશે. 

નવી શિક્ષણ નિતી
રાજ્યમાં નવી શિક્ષણ નિતી અંતર્ગત આગામી વર્ષથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે ત્યારે આ મામલે શિક્ષણ વિભાગના સંકલનમાં સીએમ ભૂપેન્દ્ર સમક્ષ વિશેષ ચર્ચા કરવામાં આવશે. જેમાં કેટલાક મહત્વના સૂચનો પણ આપવામાં આવશે. 

संबंधित पोस्ट

ऋषिकेश : सीएम धामी आज करेंगे शैक्षणिक और प्रशासनिक भवन का शिलान्यास

Admin

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીનો બીજો દિવસ: મોદી આપશે જીતનો મંત્ર, નડ્ડાને સોંપાઈ શકે છે ફરીથી કમાન 

Admin

કોંગ્રેસનો આરોપ: રાહુલ ગાંધીના વિમાનને જાણીજોઈને વારાણસીમાં ઉતરવાની પરવાનગી ન આપવામાં આવી

Admin

गाज़ीपुर: सपा विधायक ने लगाया भाजपा पर आचार सहिंता के उल्लंघन का आरोप

Admin

हिमाचल प्रदेश कांग्रेस अध्यक्ष हर्ष महाजन विधानसभा चुनाव से पहले भाजपा में शामिल

UP Election: फिरोजाबाद में भाजपा प्रत्याशियों के समर्थन में अमित शाह की चुनावी सभा, सपा-बसपा पर जमकर बरसे

Karnavati 24 News