Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

સાથ, સહકાર અને સેવાના 100 દિવસ: વલસાડ જિલ્લામાં 88 ખેડૂતોને ટ્રેકટર સહાય યોજનાનો લાભ મળ્યો

ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે સાથ, સહકાર અને સેવાના 100 દિવસ દરમિયાન ખેડૂતોને વિશેષ પ્રાધાન્ય આપતા વલસાડ જિલ્લા ખેતીવાડી કચેરીએ જિલ્લામાં ૫૬ ખેડૂતોને ટ્રેકટર સહાય યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો પરંતુ તેની સામે 88 ખેડૂતોને યોજનાનો લાભ આપી 157.14 ટકાનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે.     ખેડૂતોની આવક બમણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવેલા સપનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખાતર, સિંચાઈ, પાક વીમા યોજના, વૈજ્ઞાનિક ઢબે ખેત પધ્ધતિ અને ધિરાણ સહિતના લેવાયેલા અનેક પગલા ખેડૂતોને બહુવિધ રીતે મદદરૂપ બન્યા છે. ખેડૂતો પરંપરાગત રીતે હળથી ખેતી કરતા હતા જેમાં સમય પણ ઘણો જતો હતો પરંતુ હવે ખેડૂતો ઝડપી ખેતી કરી શકે તે માટે ટ્રેકટર સહાય યોજનાને સરકારના માત્ર 100 જ દિવસમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. વલસાડ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા જિલ્લામાં ૫૬ ખેડૂતોને આ યોજના હેઠળ ટ્રેકટર ખરીદી માટે રૂ. 28 લાખની સહાય આપવાનો લક્ષ્યાંક હતો. આ લક્ષ્યાંક તો 100 ટકા સિધ્ધ કરી જ લેવાયો પણ ત્યારબાદ વધુ 32 ખેડૂતોને પણ આ યોજના હેઠળ સમાવી લેવાતા કુલ 88 ખેડૂતોને રૂ. 45 લાખની સહાય આગામી દિવસોમાં ચૂકવાશે. ખેડૂતોની સંખ્યાની દ્રષ્ટિએ 157.14 ટકા જ્યારે નાણાકીય સહાયની દ્રષ્ટિએ 160.71 ટકાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળતા મળી છે. સાથે ખેડૂતોને પણ સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળતા તેઓએ આધુનિક ખેતીના યુગમાં ડગ માંડ્યા છે. *બોક્ષ મેટર* *ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આ યોજના આશીર્વાદરૂપ*    વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્યું કે, ગુજરાત સરકારની ટ્રેકટર સહાય યોજના ખેડૂતો માટે આધુનિકરણ તરફ મોટુ કદમ ગણાય છે. જે ખેડૂતોના આર્થિક સ્થિતિ નબળી છે તેઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે. ટ્રેકટરના ઉપયોગથી ઝડપી ખેતી થશે અને ઉત્પાદન પણ સારુ મળશે. આ સિવાય બાકીના દિવસોમાં ભાડે આપીને જે પણ રકમ મળે તેનાથી આર્થિક રીતે પણ સમૃધ્ધ બનશે. આ યોજના હેઠળ રૂ. ૪૫ હજારથી રૂ. ૬૦ હજાર સુધીની સહાય ખેડૂતોને મળે છે. *બોક્ષ મેટર* *પહેલા લોકો પાસે ભાડેથી ટ્રેકટર માંગવુ પડતુ હતું* કપરાડા તાલુકાના ઓઝર ગામના લાભાર્થી પ્રવિણભાઈ ધાકલભાઈ ભસરાએ જણાવ્યું કે, મારી પાસે સાડા ચાર એકર જમીન છે. જેમાં કલમના ઝાડ અને આંતર પાક તરીકે ડાંગર અને શાકભાજીની ખેતી કરુ છું. પહેલા ટ્રેકટર ન હોવાથી ખેતર ખેડવાની તકલીફ પડતી હતી. કોઈ પાસે ભાડેથી ટ્રેકટર લાવવું પડતુ હતુ. તે પણ ટ્રેકટરના માલિકની અનૂકૂળતાએ મળતુ હતું. પરંતુ હવે સરકારની મદદથી ટ્રેકટર ખરીદતા હવે અમારી અનુકૂળતાએ ખેતી કરીએ છે. વર્ષ દરમિયાન અલગ અલગ પાક કરતા હોવાથી હવે ખેતીમાં સરળતા પડી રહી છે. *બોક્ષ મેટર* *પહેલા હળથી ખેતી કરતા હતા, ટ્રેકટર ખરીદતા રાહત થઈ* ધરમપુરના આંબાતલાટ ગામના ખેડૂત લાભાર્થી ઈકિયાભાઈ રૂપજીભાઈ પવારે જણાવ્યું કે, મારી પાસે ૬ એકર જમીન છે. જેમાં ડાંગર, તુવેર અને અડદની ખેતી કરીએ છે. પહેલા બળદથી હળ ચલાવી ખેતી કરતા હતા. જેમાં સમય ઘણો નીકળી જતો અને મુશ્કેલી વધુ પડતી હતી પરંતુ હવે ટ્રેકટર ખરીદતા ખેતર ખેડવાથી માંડીને પાક તેમજ ખાતર લાવવા લઈ જવામાં સરળતા પડી છે. *બોક્ષ મેટર* *જુનુ ટ્રેકટર હોવાથી ખર્ચો વધુ થતો, જેમાંથી હવે મુક્તિ મળી* ધરમપુરના તુંબી ગામના અન્ય એક લાભાર્થી ધર્મેશ રામજીભાઈ ભોયાએ કહ્યું કે, મારી ૩ એકર જમીન છે. જેમાં કેરીની કલમ અને ભીડાંની ખેતી કરુ છું. પહેલા મારી પાસે જુનુ ટ્રેકટર હતુ જે વારંવાર બગડતુ હોવાથી ખર્ચો વધુ થતો હતો. જેના કારણે ખેતરમાં મુશ્કેલી પડતી હતી. સરકારની સહાયથી નવુ ટ્રેકટર ખરીદતા હવે તમામ મુશ્કેલીનો અંત આવ્યો છે.

संबंधित पोस्ट

पांच राज्यों में जारी मतगणना, रूझानों से उत्साहित भाजपा बुला सकती है संसदीय बोर्ड की बैठक

Karnavati 24 News

લુલા દા સિલ્વા ત્રીજી વાર બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, કહ્યું- ફાસીવાદના પ્રેમીઓ વિરુદ્ધ મળ્યો જનાદેશ

Admin

बिहार: सीएम नीतीश कुमार ने कांग्रेस से की अपील! कहा- मिलकर लड़ेंगे तो भाजपा…

Admin

इतने रेटिंग के साथ टॉप पर PM मोदी, बाइडेन, जॉनसन को पीछे छोड़ा

Karnavati 24 News

આજે ભાજપમાં જોડાઈ શકે છે કન્નડ ફિલ્મ સ્ટાર કિચ્ચા સુદીપ, કર્ણાટક ચૂંટણીમાં ભગવા પાર્ટીને આ રીતે થશે ફાયદો 

Admin

बीजेपी का घोषणा पत्र जारी, जानें अगले 5 साल सरकार चलाने के लिए क्या-क्या वादे किए

Admin