Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

IPL 2023: CSK સામેની હાર બાદ નિરાશ દેખાયો KL રાહુલ, કહ્યું- ‘6 ઓવરમાં 70થી વધુ રન આપવાની કિંમત ચૂકવવી પડી’

આઈપીએલ 2023ની છઠ્ઠી મેચ 3 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં CSKએ લખનૌને 12 રને હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ મેચ જીતનારી લખનૌની ટીમ સીએસકે સામે તેનું વિજય અભિયાન ચાલુ રાખી શકી ન હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે 7 વિકેટે 217 રન બનાવ્યા હતા. જીત માટે 218 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી લખનૌની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 205 રન જ બનાવી શકી હતી. હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ ઘણો નિરાશ જોવા મળ્યો હતો.

રન આપવાની કિંમત ચૂકવવી પડી

મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું, ‘ટોસ જીત્યા બાદ બોલિંગમાં અમારી શરૂઆત સારી રહી ન હતી.તેમણે યોગ્ય વિસ્તારમાં બોલિંગ કરી ન હતી. જ્યારે વિપક્ષી ટીમને શ્રેષ્ઠ બેટ્સમેન મળ્યા છે,એની અમારે ચૂકવણી કરવી પડ હતી. ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડે કેટલાક શાનદાર શોટ રમ્યા હતા. અમારા  માટે કઈ રીતે વધુ સારું કરવું તે શીખવા જેવું છે. જ્યારે તમે ફ્રેશ વિકેટ પર બોલિંગ કરો છો ત્યારે તમને સમજવામાં થોડો સમય લાગે છે. 9 ઓવરમાં 70 થી વધુ રન આપ્યા જેની અમારે કિંમત ચૂકવવી પડી.

 

એલએસજીએ 6 ઓવરમાં 79 રન આપ્યા હતાં

લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા આવતા ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ લખનૌના બોલરો પર જોરદાર હુમલો કર્યો હતો. પાવરપ્લે દરમિયાન આ બંને બેટ્સમેનોએ લખનૌના એકપણ બોલરને છોડ્યો ન હતો. બંને બેટ્સમેનોએ આખા મેદાન પર સ્ટ્રોક ફટકાર્યા હતા. રિતુરાજ અને કોનવેએ જોરદાર બેટિંગ કરતા 6 ઓવરમાં 79 રન બનાવ્યા હતા. આ દરમિયાન છઠ્ઠી ઓવરમાં 19 રન થયા હતા. CSKના ઓપનરો મોટા સ્કોરનો પાયો નાખવામાં સફળ રહ્યા હતા. ઋતુરાજ અને ડેવોન કોનવેએ પ્રથમ વિકેટ માટે 110 રન જોડ્યા હતા.

 

संबंधित पोस्ट

IND vs WI: रोहित शर्मा ने सीरीज से पहले क्यों कहा, मुझे और धवन को टीम से बाहर कर दिया जाए?

Karnavati 24 News

इंडियन राउंड ” 50 मीटर व्यक्तिगत तीरंदाजी प्रतियोगिता में जीता गोल्डचंदनकियारी में संचालित तीरंदाजी डे बोर्डिंग प्रशिक्षण केंद्र के खिलाड़ियों में प्रसन्नता व्याप्त

IND VS AUS: भारत के खिलाफ वनडे सीरीज के लिए ऑस्ट्रेलिया टीम का ऐलान, इन तीन घातक खिलाड़ियों की वापसी

Admin

રાજકોટમાં બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું આયોજન: ૬ ટીમ વચ્ચે રમાતી મેચ

Admin

आउट होने के बाद भी क्विंटन ने जीता दिल: अंपायर के नॉट आउट दिए जाने के बाद डिकॉक खुद पवेलियन की ओर चल पड़े

Karnavati 24 News

RR vs SRH: અબ્દુલ સમદે અંતિમ બોલ પર સિક્સ ફટકારી હૈદરાબાદને અપાવી જીત, રાજસ્થાનની છઠ્ઠી હાર