Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

બોર્ડર વિલેજના ગામોની વસ્તીને નાસિક મહારાષ્ટ્ર તરફ જવા- આવવા માટે આશરે 20 કિમીનો ઘટાડો થયો.

ચવરા ખાતે યોજયેલા કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના વિકાસની કેડી કંડારી છે તેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આગળ વધારી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2002 માં ગામના લોકોને ચોવીસ કલાક વીજળી મળી  રહે તે માટે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી જેના લીધે આજે ગામડામાં ચોવીસ કલાક વીજળી મળી રહે છે.  આ યોજનાને કારણે આજે દેશમાં ચોવીસ કલાક વીજળી આપતું ફક્ત ગુજરાત રાજ્ય જ છે એમ કહ્યું હતું. ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર સરહદે આવેલા બોર્ડર વિલેજના ખડકી, માધુરી, ચવરા, ખોબા, ખપાટીયા, સાતવાંકલ અને તૂતરખેડના ગામોની અંદાજીત 4200 ની વસ્તીને નાસિક જવા- આવવા માટે 20 કિમીનો ચકરાવો ઘટશે આ ઉપરાંત ધરમપુર તાલુકા મથકે જવા આવવામાં સરળતા રહેશે એમ મંત્રીએ જણાવ્યું હતું.                                               આ પ્રસંગે વલસાડના સાંસદ ડો.કે.  સી. પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચનમાં વલસાડ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર નિખિલ પાંચાલે મુખ્યમંત્રી  ગ્રામસડક યોજના હેઠળ તૈયાર થયેલા આ બ્રિજની રૂપરેખા આપી  હતી. આ કાર્યકર્મમાં ચવરા અને આસપાસના ગ્રામ્યજનો હાજર રહ્યા હતા.                           ——-

संबंधित पोस्ट

ભાજપ કોની બી-ટીમ છે? અમિત શાહના આરોપનો પ્રદ્યોત કિશોર દેબબર્માએ આપ્યો જવાબ

Admin

BJP से अलग होकर भी नीतीश कुमार के पास ऐसे जुट सकते हैं नंबर, समझें समीकरण

Karnavati 24 News

मायावती के फिर बदले सुर कहा सपा नहीं कर सकती भाजपा का सामना

उत्तराखंड की टोपी पहनने पर धामी ने पीएम मोदी का जताया आभार, किया ये ट्वीट

Karnavati 24 News

પીએમ મોદીએ કર્યું બેંગલુરુમાં ‘ઈન્ડિયા એનર્જી વીક 2023’નું ઉદ્ઘાટન, કહી આ વાત

Admin

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર વધુ એક પ્રહાર, કહ્યું- ઈલારા પર કોણ નિયંત્રણ કરે છે?

Karnavati 24 News
Translate »