Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

૪ સ્થળેથી દેશી દારૂ : પોલીસ ચેકિંગ દરમિયાન પાંચ પીધેલા ઝડપાયા

પોરબંદર શહેર અને જિલ્લામાં વર્ષોથી દેશી દારૂનું દૂષણ જોવા મળે છે, જેને કારણે દરરોજ ઠેકઠેકાણેથી નશાખોર શખ્સો પોલીસ ચેકિંગ દરમિયાન ઝડપાય છે તો અનેક સ્થળોએ રહેણાંક મકાનમાંથી દારૂ પણ પકડાય છે. ત્યારે પોરબંદર પોલીસે છેલ્લા ર૪ કલાક દરમિયાન ૪ સ્થળોએ દરોડો પાડી દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદરના છાંયા વિસ્તારમાં અશોક પાનવાળી ગલીમાં રહેતા બાબુ મેરૂ કુછડીયાને પોલીસે બે લીટર દેશી દારૂ સાથે અને છાંયા-નવાપરાના શ્યામ પાર્કમાં રહેતા જીગ્નેશ હાજાભાઈ આંત્રોલીયાને ૧ લીટર દેશી દારૂ સાથે  છાંયા પંચાયત ચોકી પાસે રોડ પરથી કમલાબાગ પોલીસે ઝડપી લીધા હતા. તો ઉદ્યોગનગર પોલીસે કે.કે. નગર વાડી વિસ્તારમાં રહેતા બાલુ ભીખુભાઈ પરમારના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો, ત્યારે ૧૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, પરંતુ બાલુ હાજર ન હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. તો નવીબંદર મરીન પોલીસે ગોસા ટુકડા ગામની સીમમાં રહેતા ભાયાભાઈ પાંચાભાઈ કોડીયાતરને તેના રહેણાંક મકાનમાંથી પાંચ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા.
પોરબંદરના મીલપરા વિસ્તારમાં ડાડાના મંદિરની બાજુમાં રહેતો પવન સામતભાઈ ચુડાસમા, છાંયા કોમ્યુનિટી હોલ પાસે રહેતો અનિલ ભીમાભાઈ શીંગરખીયા, કુતિયાણા તાલુકાના ખુનપુર ગામેથી વજશી બચુભાઈ વિરમગામા અને કુતિયાણાના ચકલાપરા વિસ્તારમાં રહેતો અભુ ઉર્ફે ટીવી લખમણ ઓડેદરા કેફી પીણું પીધા બાદ નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત મુળ હરિયાણાના રહેવાસી અને હાલ રાણાવાવમાં રહેતા પરમવીરસહ જયભગવાનસહ ધનખડ પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાંથી ડમડમ હાલતમાં મળી આવતા પોલીસે આ તમામ શખ્સો સામે પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

સુરત: સુરત એરપોર્ટ પર બિનવારસી લગેજ ટ્રોલીમાંથી રૂ. 67 લાખના 10 સોનાના બિસ્કિટ મળ્યા

Admin

5 વર્ષ થી અપહરણના આરોપીને પોલિસે ભિલોડાના વાંદીયોલ નજીકથી ઝડપ્યો

Admin

રાજકોટમાં હવે દૂધ પણ ભેળસેળિયું: મનપાનાં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું, અનેક વેપારીઓ દંડાય

Karnavati 24 News

સુરત: સુરતની તામિલનાડુ બેંક સાથે 16 કરોડની છેતરપિંડી! 27 સામે ફરિયાદ, 1ની ધરપકડ

Admin

भाजपा OBC मोर्चा जिलाध्यक्ष व पुत्रों पर प्रौढ़ का अपहरण कर हमला करने का आरोप

Admin

महाराष्ट्र: 72 वर्षीय बुजुर्ग पर हमले के मामले में रॉटविलर कुत्ते के मालिक को जेल की सजा, जानें पूरा मामल

Admin