Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

મલ્ટીનેશનલ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ સામે લડત આપવા હુંકાર ચેમ્બરના હોલમાં વેપારી-ઉદ્યોગકારોને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરાઈ

મલ્ટીનેશનલ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ સામે લડત આપવા હુંકાર ચેમ્બરના હોલમાં વેપારી-ઉદ્યોગકારોને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરાઈ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ચેમ્બરની રીટેલ ટ્રેડ કમિટીના ઉપક્રમે ભાવનગરનાં વ્યાપાર – ઉદ્યોગ અને સેવા પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વિવિધ એસોસિએશનની મીટીંગનું આયોજન ચેમ્બર પ્રમુખ દિલીપભાઈ કમાણીના અધ્યક્ષસ્થાને ચેમ્બર હોલ ખાતે કરાયુ ચેરમેન નીતિનભાઈ પટેલે કાર્યક્રમની સંક્ષિપ્ત રૂપરેખા આપીને સૌનુ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. પ્રમુખ દિલીપભાઈ કમાણીએ પ્રશ્નો અને તેના નિરાકરણ અર્થે ચર્ચા થઇ શકે તે હેતુથી આ મીટીંગનું આયોજન કરાયુ હોવાનું જણાવીને ઉપસ્થિત સૌને તેમના વિચારો મુક્તમને વ્યક્ત કરવા અને સંગઠિત બનવા કર્યુ હતુ. ઉપરાંત મલ્ટીનેશનલ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ સામે લડત આપવા, સ્થાનિક કામસ ડા વ હાર્દિ ધોરણે લોકલ સર્ચ એન્જીનનો ઉપયોગ કરવા, વેપારીઓ-ઉદ્યોગકારોને ત્યાં કામ કરતા કામદારોનાં ઈ-શ્રમ કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યોહતો. એસોસિએશનો દ્વારા તેમના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને રોડ ઉપર ફેરિયાઓ અને લારીઓવાળા દ્વારા થતા ગેરકાયદેસર દબાણો, પ્લાસ્ટિક ઝબલા અંગેની ડ્રાઈવ, PGVCLને લગતા વિવિધ પરનો, બંદર રોડ ઉપર આવેલ GMBની ભાડા પટ્ટાની જગ્યામાં લેવાતા હાઉસ ટેક્સ અંગે, ટ્રોઇંગ વાહનોનો દંડ ધટાડવા, જવેલર્સ માટે ૦૧ એપ્રિલ-૨૦૨૩ થી અમલમાં આવનાર HUIDનાં નિયમનો અમલ મુલત્વી રાખવા, દાણાપીઠ વિસ્તારમાં ચોમાસાના સમયમાં પાણીના નિકાલ અંગે, BMCના ફૂડ વિભાગ દ્વારા વેપારીઓ પાસેથી ફૂડના નમુના લેવા માટે જાય ત્યારે મીડિયાની ટીમને સાથે ન રાખવી જોઈએ વગેરે જેવા અનેક પ્રશ્નો અને તેના નિરાકરણ માટેના ઉપાયો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

संबंधित पोस्ट

मोहाली एयरपोर्ट का नाम शहीद भगत सिंह के नाम पर रखा जायगा: पी ऐम मोदी

Varavara Rao: चार साल बाद जेल से छूटेंगे वरवरा राव, भीमा-कोरेगांव हिंसा केस में ‘सुप्रीम’ राहत

Karnavati 24 News

राजनीति में युवाओं के आदर्श बन चुके हैं हनुमान बेनीवाल, जानिए इनके बारे में सब कुछ

Karnavati 24 News

दिवाली के बाद में एक्सन में दिखेगी गहलोत सरकार बनाएगी चुनावी माहोल

Admin

देहरादून : उत्तराखंड रोजगार मेले पर पीएम मोदी ने युवाओ को पहाड़ पर ही रोजगार के अवसर दिलाने का किया वादा

Admin

महाराष्ट्र: उपमुख्यमंत्री देवेंद्र फडणवीस ने बजट पर दी प्रतिक्रिया, कहा- ये बजट ऐसा है…

Admin
Translate »