Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Health &fitness

અમરેલી જિલ્લા મા કોરોનાનો ઉપદ્વવ ફરી માથુ ઉંચકી રહ્યો છે.

અમરેલી જિલ્લામા કોરોનાનો ઉપદ્વવ ફરી માથુ ઉંચકી રહ્યો છે. અને પોઝીટીવ દર્દીઓની સંખ્યામા ઉતાર ચડાવ આવી રહ્યો છે. આજે જિલ્લામા નવા 12 પોઝીટીવ કેસ નોંધાયા હતા. કોરોનાના સૌથી વધુ કેસ અમરેલી શહેરમા જોવા મળી રહ્યાં છે. આજે અમરેલી શહેરમા કોરોનાના 7 પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત બાબરાના 2, બગસરાના 2 અને કુંકાવાવના 1 દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

ગઇકાલે પણ અમરેલી જિલ્લામા કોરોનાના 6 કેસ બહાર આવ્યા હતા. જો કે આજના 12માથી એકેય પોઝીટીવ દર્દીને હોસ્પિટલમા દાખલ કરવાની જરૂર પડી ન હતી. અમરેલી સિવીલ હોસ્પિટલમા કોરોના વોર્ડ શરૂ કરી દેવાયો છે. ગઇકાલે પોઝીટીવ આવેલા છ દર્દીમાથી કોઇને દાખલ કરવાની જરૂર પડી ન હતી. ચાલુ સિઝનમા જિલ્લામા કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 96 પર પહોંચી ગઇ છે.

અમરેલી સિવીલમાં કોરોના વોર્ડ ખાલી
અમરેલી સિવીલ દ્વારા કોરોનાની નવી લહેરને પગલે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. પણ રાહતની વાત એ છે કે, હાલ જે દર્દી પોઝિટીવ આવી રહ્યાં છે તેને દાખલ કરવાની જરૂર પડતી નથી. જેને પગલે હોસ્પિટલના કર્મચારી સહિતનાઓએ રાહતો શ્વાસ લીધો છે.

संबंधित पोस्ट

Weight Loss Tips: આ સફેદ દાણાની મદદથી ઘટશે વજન, જાણો કેવી રીતે ઉપયોગ કરી શકો છો

Admin

बाल बढ़ाने के लिए घर पर बनाकर लगाएं ये 4 तेल, Hair Growth तेजी से होने लगेगी और जुल्फें हो जाएंगी घनी

Admin

दिल का दौरा आने से पहले मिलते हैं ऐसे शुरूआती संकेत, पहचाने और बचाव करे

Admin

નિંદા કરવાથી રાત્રે નીંદર નથી આવતી, ઈર્ષા કરવાથી આયુષ્ય ઓછું થાય છે અને દ્વૈષ કરવાથી ગુરુનો સંદેશ ક્યારેય સ્વીકાર્ય નથી થતો.

Admin

Feet Sensation: આ વિટામિનની ઉણપથી હાથ-પગમાં કળતર થાય છે, જાણો કેવી રીતે આ સમસ્યાથી છુટકારો મેળવવો

Admin

Non-Veg Food: શું તમે આ વસ્તુઓને વેજ સમજીને ખાઓ છો, તરત જ ધ્યાન રાખો; આ ખોરાક માંસાહારી છે

Admin
Translate »