Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

નોટબંધીના 6 વર્ષ પછી નાણા પ્રધાને 2000 રૂપિયાની નોટને લઈ કરી આવી જાહેરાત, સાંભળીને ઉડી જશે હોશ

2000 Rupees Note News: જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ (2000 rupees note) છે, તો નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) એ મોટી જાણકારી આપી છે. નોટબંધીના લગભગ 6 વર્ષ બાદ કેન્દ્ર સરકાર (Central Government) તરફથી ચલણી નોટોને લઈને આવી અપડેટ આવી છે. આ દિવસોમાં દરેક જગ્યાએ 2000 રૂપિયાની નોટની ચર્ચા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ નોટો ઘણી ઓછી થઈ ગઈ છે. શું રિઝર્વ બેંક દ્વારા બેંકોને 2000 રૂપિયાની નોટો અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો છે? નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પોતે સંસદમાં આ અંગે મોટો ખુલાસો કર્યો છે.

સાંસદમાં પૂછાયા અનેક પ્રશ્નો

આપને જણાવી દઈએ કે, આજકાલ જોવામાં આવી રહ્યું છે કે બેંકોના ATMમાંથી 2000 રૂપિયાની જગ્યાએ 500 અને 200 રૂપિયાની વધુ નોટો નીકળી રહી છે. શું સરકાર 2000 રૂપિયાની નોટોને બજારમાંથી હટાવવાની યોજના બનાવી રહી છે? આ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે. લોકસભામાં સાંસદ સંતોષ કુમારે નાણા પ્રધાનને ઘણા પ્રશ્નો પૂછ્યા છે, જેના જવાબ નાણામંત્રીએ પોતે આપ્યા છે.

નાણા પ્રધાને આપી જાણકારી

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) એ સંસદમાં ખુલાસો કર્યો હતો કે, આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2017 અને માર્ચ 2022ના અંતે 500 અને 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 9.512 લાખ કરોડ અને 27.057 લાખ કરોડ હતું.

આરબીઆઈ જારી નથી કરી કોઈ સૂચના

તેની સાથે નાણા પ્રધાન (FM Nirmala Sitharaman) એ એમ પણ જણાવ્યું છે કે, રિઝર્વ બેંક દ્વારા બેંકોને આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. કયા મૂલ્યની નોટ અને ક્યારે દાખલ કરવી તે બેંક પોતે જ નક્કી કરે છે. તેની સાથે નાણા પ્રધાને જણાવ્યું હતું કે, આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ 2019-20થી 2000 રૂપિયાની નોટ છાપવામાં આવી નથી.

संबंधित पोस्ट

ખુશખબર / અમદાવાદ સહિત સમગ્ર દેશમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં મોટો ઘટાડો, જાણો હવે શું છે ભાવ

Admin

શું ફરીથી અમૂલ દૂધના ભાવ વધશે? જાણો GCMMFના મેનેજિંગ ડાયરેક્ટરે શું જવાબ આપ્યો?

Admin

શું છે પ્લાનિંગ ? : હજારો કરોડના દેવામાં ડૂબેલી કંપનીને કેમ ખરીદવા માગે છે અદાણી અંબાણી? શેરોમાં ઉછાળો

Admin

કામની વાત / નવા વર્ષે તમારી પત્નીના નામે શરૂ કરાવો આ એકાઉન્ટ, સરકાર આપશે 45 હજાર રૂપિયા

Admin

સુરત-મહિલાઓ પોતાની કળાથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી બની રહી છે આત્મનિર્ભર, હવે શરુ થયું વેચાણ કેન્દ્ર

Admin

કાળઝાળ ગરમીમાં નહીં થાય પાવર કટ, ઉર્જામંત્રીએ કંપનીઓને આપી આ સૂચના

Karnavati 24 News
Translate »