Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

શું ફરીથી અમૂલ દૂધના ભાવ વધશે? જાણો GCMMFના મેનેજિંગ ડાયરેક્ટરે શું જવાબ આપ્યો?

Amul Milk Price: અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધના ઉત્પાદનોનું વેચાણ કરતું ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) ની હાલમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (Gujarat Cooperative Milk Marketing Federation Ltd) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને જ્યારે દૂધના ભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અત્યારે અમારી પાસે ભાવ વધારવાની કોઈ યોજના નથી.

અમૂલ દૂધના ભાવ વધારવાની કોઈ યોજના નથી – એમડી

જીસીએમએમએફના એમડીએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં ખર્ચની કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે યુનિયનને ગયા વર્ષે રિટેલ કિંમતમાં થોડો વધારો કરવો પડ્યો હતો. મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા ફેબ્રુઆરીમાં દેશના અન્ય રાજ્યોમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

અમૂલની આવક વૃદ્ધિમાં 66,000 કરોડ રૂપિયા વધવાનો અંદાજ

દૂધની વધતી માગ વચ્ચે કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે આવકમાં 20 ટકાનો વધારો કરીને 66 હજાર કરોડ રૂપિયા થવાનો અંદાજ મૂક્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં 55 હજાર 055 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું, જે એક વર્ષ અગાઉ કરતાં 18.5 ટકા વધુ છે.

GCMMF રિટેલના કિંમતના 80 ટકા દૂધ ઉત્પાદક ખેડૂતોને આપે છે

GCMMFએ જણાવ્યું હતું કે, કોવિડ પછીના સમયગાળામાં ડેરી ઉત્પાદનોની માગમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે ગયા નાણાકીય વર્ષમાં કંપનીની આવકમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. જયેન મહેતાએ જણાવ્યું હતું કે, GCMMF એ કોવિડ મહામારીને કારણે 2020 અને 2021 માં કિંમતોમાં વધારો કર્યો ન હતો, પરંતુ ગયા વર્ષે કેટલાક પ્રસંગો પર ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

GCMMF નું મોટું નિવેદન

તેમણે જણાવ્યું હતું કે, GCMMF દૂધ ઉત્પાદક ખેડૂતોને રિટેલ કિંમતના લગભગ 80 ટકા આપે છે. તેમણે જણાવ્યું હતું કે, એવી અપેક્ષા છે કે તમામ ઉત્પાદનોનું વેચાણ આ ગતિએ ચાલુ રહેશે. માગ હવે અસંગઠિત ક્ષેત્રમાંથી સંગઠિત કંપનીઓ તરફ વળી રહી છે.

संबंधित पोस्ट

Small Business Ideas: किराये पर देकर इन मशीनों से कमा सकते है 30000 हजार महीना, ऐसे शुरू करे

Admin

જાણી લેજો / 10 વર્ષ જૂનું Aadhaar Card થઈ ગયું છે ઈનવેલિડ! જાણો અપડેટ કરવાની રીત

Admin

एंटरटेनमेंट कंपनी Disney भी सात हजार कर्मचारियों की छंटनी करेगी

Admin

Business: हर महीने 5 हजार रुपये पेंशन की गारंटी देगी सरकार, 40 की उम्र से पहले बस कर लें ये काम!

Admin

ચમક ફિક્કી પડી / સોના અને ચાંદી થઈ સસ્તી, જાણો ગોલ્ડ-સિલ્વર ખરીદવા પર કેટલા રૂપિયા બચશે

Admin

સિનિયર કર્મચારીઓ ભૂલી જજો પગાર વધારો! આ કંપનીના હજારો કર્મચારીઓમાં મચ્યો હોબાળો

Admin
Translate »