Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

“हौसलों की उड़ान” સિનિયર સિટિઝન એથ્લેટીક્સ સ્પર્ધામાં ૨૨ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપરની) મહિલાઓ માટે જિલ્લા કક્ષાની રમતોનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ પ્રથમ દિવસે એથ્લેટિક્સની વિવિધ રમતો ૧૦૦મી દોડ, ૨૦૦મી દોડ, ગોળા ફેક, બરછી ફેક, જેવેલીયન થ્રો, લાંબી કૂદ સહિતની રમતોમાં ૨૨ થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલાઓએ વિવિધ સ્પર્ધઓમાં કૌશલ્ય, જોશ અને ઉમંગ સાથે રમતોત્સવને માણ્યો હતો. સ્પર્ધાઓમાં ભાગ લેનાર મહિલાઓમાં ૨૦૦ મી., ૩૦૦ મી. વોકમાં નીલાબેન જીતેશભાઈ ચોટાઈ, ૧૦૦ મીટર દોડમાં લતાબેન ગોવિંદભાઈ કોઠારી, ચક્ર ફેંક અને બરછી ફેંકમાં સરલાબેન ગજાનનભાઈ દવે, ગોળા ફેંકમાં જ્યોતિબેન મનહરલાલ પરમાર, લાંબી કૂદમાં ભારતીબેન ભરતભાઈ પટેલ વિજેતા બન્યા હતા, વિજેતા ખેલાડીનું મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતું, રીફ્રેસમેન્ટ સાથે સ્પર્ધાની પુર્ણાહુતી કરવામાં આવેલ હોવાનું જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું. મહિલાઓ માટે આવતીકાલ તા. ૧૬-3 ના રોજ ચેસ, તા. ૧૭-૩ના રોજ યોગાસન તેમજ રસ્સા ખેંચ સ્પર્ધા રેસકોર્સ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ યોજાશે.

संबंधित पोस्ट

નીરજ ચોપરા આજે દોહામાં પોતાનું કૌશલ્ય બતાવશે, શું તે 90 મીટરનો અવરોધ તોડી શકશે?

द्रविड़ के फैसले से असहमत थे युवराज सिंह: 2004 के मुल्तान टेस्ट में द्रविड़ ने घोषित की पारी, दोहरे शतक से महज 6 रन दूर थे सचिन

कप्तान हार्दिक पंड्या के उपर लगा इतने लाख का जुर्माना, जानें कारण

Admin

9 मार्च को नरेंद्र मोदी स्टेडियम में टेस्ट मैच: 3100 पुलिस काफिला तैनात, भारतीय टीम भी अहमदाबाद में

Karnavati 24 News

दमन जिला इन्टर स्कूल टेबल टेनिस स्पर्धा का हुआ शानदार समापन

IPL 2023: ડી વિલિયર્સે સૂર્યાને આપ્યો “ગુરુમંત્ર”, કહ્યું કેવી રીતે પાછા 360-ડિગ્રી ફોર્મમાં આવી શકાય છે

Admin
Translate »