Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

રાજકોટનું ગૌરવ વધારતા દેવર્ષિ રાચ્છની નેશનલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી

રાજકોટના જૂનિયર હોકી ખિલાડી દેવર્ષિ તુષાર રાચ્છની છત્તીસગઢ ખાતે રમાનારી નેશનલ લેવલ હોકી ચેમ્પિયનશિપમાં પસંદગી થઈ છે. રાચ્છ પરિવાર અને રાજકોટ માટે ગૌરવની વાત છે કે, નેશનલ લેવલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી પામનાર દેવર્ષિ રાચ્છ સૌરાષ્ટ્રનો એકમાત્ર જૂનિયર ખેલાડી છે. દેવર્ષિ રાચ્છ ની નેશનલ લેવલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી થઈ છે. દેવર્ષિ રાચ્છએ માત્ર છ વર્ષની નાની ઉંમરે ૨૦૧૧ની સાલથી જ હોકી રમવાનું શરુ કરી દીધું હતું. હોકી કોચ મહેશ દિવેચાની મહેનત અને માર્ગદર્શનમાં હોકી પ્લેયર દેવર્ષિ રોજની બે કલાક પ્રેક્ટિસ કરે છે. કોચ મહેશ દિવેચાની પાસેથી જ ટ્રેનિંગ લઈ દેવર્ષિ રાચ્છ પાંચ વાર ઝોન લેવલ પર અને પાંચ વાર સ્ટેટ લેવલ પર હોકી રમી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૧માં હરિયાણા ખાતે સબજૂનિયર લેવલ નેશનલ હોકી ચેમ્પિયનશિપમાં રાજકોટમાંથી ત્રણ હોકી પ્લેયર્સની પસંદગી થઈ હતી તેમાંથી એક દેવર્ષિ રાચ્છ પણ હતો. રાજકોટના તપસ્વી સ્કૂલમાં અભ્યાસ કરતા દેવર્ષિની હવે ચાલુ વર્ષ ૨૦૨૩માં સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર હોકી પ્લેયર તરીકે પસંદગી નેશનલ લેવલ જૂનિયર હોકી ચેમ્પિયનશિપમાં થતા તેમની શાળાના એમડી અમિશ સર અને સચિન સરે શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, દેવર્ષિના પિતા તુષાર રાચ્છ પણ એક સારા ક્રિકેટર છે અને દર વર્ષે રાજકોટમાં યોજાનાર એકમાત્ર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે.

संबंधित पोस्ट

LLC 2022: પઠાણ ભાઇઓએ મચાવી તબાહી, લિજેન્ડ્સ લીગની પ્લેઓફમાં ભીલવાડા કિંગ્સે મેળવ્યુ સ્થાન

મહિલા વર્લ્ડ કપ: હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાએ વર્લ્ડ કપમાં સદીનો રેકોર્ડ બનાવ્યો

Karnavati 24 News

મિતાલી રાજે વર્લ્ડ કપથી પહેલા ભારતીય ટીમના યુવા ખેલાડીને લઈને આપી મોટી પ્રતિક્રિયા

Karnavati 24 News

સુનીલ ગવાસ્કરનો ટીમ ઇન્ડિયાને સંદેશ, વર્કલોડની વાત ભૂલી જાવ, પ્રયોગો કરવાનું બંધ કરો

केएल राहुल को उप-कप्तानी से हटाने पर हरभजन की तीखी प्रतिक्रिया – ‘दुनिया के शीर्ष बल्लेबाजों में से…’

Admin

ઈંગ્લેન્ડઃ આગળનો તીરંદાજ કાયમ માટે જવાબદારી સંભાળશે તો લાંબો સમય ક્રિકેટથી દૂર રહેશે, જાણો

Karnavati 24 News