Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

વિપક્ષ ‘ડ્રગ્સ પકડાયું’ અને ‘ડ્રગ્સ પકડ્યું’ આ બંને વચ્ચેનો ભેદ સમજે, ડ્રગ્સની રાજનિતી બંધ કરો – સંઘવી

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું કે, ડ્રગ્સના નામે થતી રાજનીતિ બંધ થવી જોઈએ. વિપક્ષે પહેલા તો ‘ડ્રગ્સ પકડાયું’ અને ‘ડ્રગ્સ પકડ્યું’ આ બંને વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. ગુજરાતની બહાદુર પોલીસ દ્વારા અનેક દિવસો સુધી પરિવારથી દૂર રહીને આંતરરાષ્ટ્રીય સીમાઓ ઉપર વોચ રાખી કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડ્યા છે. પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોમાંથી ડ્રગ્સની મોટા પાયે થતી હેરાફેરીના કિસ્સાઓમાં ગુજરાત પોલીસની સતર્કતા અને કડકાઈને કારણે હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોના માર્ગો મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવા મજબૂર બન્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ડ્રગ્સ મામલે અત્યંત કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ કહી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૧૬૦૦ કિલોમીટરની દરિયાઈ સીમા હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી સદંતર બંધ કરવા તૈયાર કરાયેલા એક્શન પ્લાનથી ડ્રગ્સ માફિયાઓએ હવે ગુજરાતમાં જ નહિ અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ ઘુસાડવા માટે રસ્તા બદલવા પડ્યા છે. ગુજરાતની આ ડ્રગ્સ સામેની પ્રતિબદ્ધતાને કારણે વિવિધ રાજ્યોની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ વિરોધી એક્શન પ્લાન સમજવા ગુજરાત આવી રહ્યા છે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ માટે ગૌરવની વાત છે. એટલું જ નહીં, રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તથા ડ્રગ્સ એડિક્ટ બનેલા યુવાનો આ નશામાંથી ત્વરિત મુક્તિ મેળવે તે માટે રીહેબિલેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ડ્રગ્સ નાબૂદી માટે “ડ્રગ્સ રિવોર્ડ પોલીસી” જાહેર કરનાર દેશભરનું સર્વપ્રથમ રાજ્ય પણ ગુજરાત છે.

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર દરિયાઈ માર્ગે ઠલવાતો અટકાવવા માટે સરકારે લીધેલા કે લેવા ધારેલા પગલા સંદર્ભે વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર ચર્ચા દરમિયાન જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં માદક પદાર્થોની દાણચોરી કરવાનો પાકિસ્તાન તથા ઇરાનના ડ્રગ કાર્ટેલ્સ(સંગઠનો)નો સતત પ્રયાસ રહ્યો છે. પાકિસ્તાનની નજીક હોવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્ટેલ્સ દ્વારા હેરોઈનના લેન્ડિંગ પોઈન્ટ તરીકે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.

પાકિસ્તાની અને ઈરાની હેરોઈન દાણચોરોની સૌથી સામાન્ય મોડસ-ઓપરેન્ડી અનુમાનિત ઈન્ડો-પાક ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન (IMBL) પર હેરોઈનને ભારતીય મળતીયાઓ સુધી પહોંચાડવાની છે અને તે માટે આ મળતીયાઓ દ્વારા હેરોઇન કિનારે લાવવાનું હોય છે અને આગળ અંતિમ નક્કી કરેલ સ્થાન પર લઈ જવાનું હોય છે. જો કે, ગુજરાત પોલીસ આવા તમામ પ્રયાસોને વ્યર્થ કરવામાં સફળ રહી છે, અને આ કાર્ટેલ્સ દ્વારા મોકલવામાં આવેલા કન્સાઈનમેન્ટ સફળતાપૂર્વક જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભવિષ્યમાં પણ આવા પ્રયાસોનો સામનો કરવા કટિબદ્ધ છે.

संबंधित पोस्ट

भारत के गलती से पाकिस्तान में मिसाइल दागने पर क्या-क्या बोला चीन?

Karnavati 24 News

राहुल का दावा, मध्यप्रदेश में कोंग्रेस की सरकार बन रही है, कमलनाथ का रोजगार का वादा

Admin

સરકારી નોકરીમાટે અનેકદલાલો PK અને RK દ્વારા ચાલતુ નેટવર્ક યુવરજસિંહના ઘટસ્ફોટ બાદ તળાજાના શિક્ષણમા ખળભળાટ

Admin

Varavara Rao: चार साल बाद जेल से छूटेंगे वरवरा राव, भीमा-कोरेगांव हिंसा केस में ‘सुप्रीम’ राहत

Karnavati 24 News

मेरठ : आज होगा अखिलेश का रोड शो, करेंगे नाराज मुस्लिम नेताओ को मनाने की कोशिश

फरीदाबाद: हरियाणा में भी नगर निगम, लोकसभा एवं विधानसभा चुनावों में खिलेगा कमल: संदीप जोशी

Admin
Translate »