ગરમીના માહોલમાં ભર્યા ઉનાળાની શરુઆતથી 4થી 6 માર્ચ વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અત્યારે ગરમીની શરુઆત થઈ ચૂકી છે ત્યારે ગરમીની વચ્ચે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. ખેડૂતોનો પાક અણીએ ઉભો છે ત્યારે આ પ્રકારની સ્થિતિ ખેતીમાં મોટું નુકશાન પણ કરી શકે છે. ખાસ કરીને કમોસમી વરસાદથી ઉભા પાકને નુકશાનની ભિતી છે ત્યારે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
આ વિસ્તારોમાં ગરમી વચ્ચે વરસાદ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે. માવઠાની અસરથી ખેતીના પાકને નુકશાન થાય તેવી ભિતી છે. ચારથી 6 માર્ચ વચ્ચે આગાહી કમોસમી વરસાદને લઈને કરવામાં આવી છે. અત્યારે પાક લણવાની અણી પર છે ત્યારે કેટલોક પાક ઉભો છે ત્યારે આ વિસ્તારોના કેટલાક જિલ્લામાં આ કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ કારણે કમોસમી વરસાદ પડી શકે છે
બંગાળની ખાડી અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રીય થઈ હોવાથી કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અગાઉ શિયાળામાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે ક્યાંક કેટલાક તાલુકા અને જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દરેક ઋતુમાં આ પ્રકારે વરસાદી માહોલ પણ રહેતા ખેતીના પાકને નુકશાન થઈ શકે છે.