



ઈંડું તાજુ છે કે વાસી? સરળ રીતથી જાણો ઈંડુ તાજુ છે કે વાસી…
આજકાલ બજારમાં ભેળસેળ અને નકલી સામાન વેચવાનો ધંધો ફૂલીફાલી રહ્યો છે. ઘણા વેપારીઓ વધુ નફો મેળવવા માટે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે રમતા હોય છે. નકલી કે જૂના ઈંડા પણ બજારમાં મળે છે. દરેક વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે અને આ સમય પછી તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી. જ્યારે પણ તમે બજારમાં જાવ ત્યારે સાવધાન રહો અને ઈંડા ખરીદો, નહીં તો તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. ચાલો જાણીએ કઈ એવી પદ્ધતિઓ છે જેની મદદથી તમે તાજા અને વાસી ઈંડા વચ્ચેનો તફાવત ઓળખી શકો છો.
નવા અને જૂના ઇંડા કેવી રીતે ઓળખવા?
1. એક્સપાઈરી ડેટ તપાસો
આજકાલ પેક્ડ ઇંડા સુપરમાર્કેટ અથવા મોટી દુકાનોમાં નાની ટ્રેમાં ઉપલબ્ધ હોય છે, જેમાં એક્સપાયરી ડેટ લખેલી હોતી નથી.., આ કિસ્સામાં તેને ખરીદતી વખતે ખાસ તપાસ કરવી જોઈએ.. એવું ન થાય કે દુકાનદાર તમને ઉતાવળમાં જૂના ઈંડા વેચી દે. આ ઈંડા તમારે કેટલા દિવસ ખાવાના છે તેનો ખ્યાલ રાખવો…
2. ગંધ દ્વારા તપાસો
બજારમાં મળતા ઈંડા તાજા છે કે નહી તે સુંઘીને જાણી શકાય છે. પહેલા ઈંડાને તોડીને વાસણમાં રાખો અને પછી તેને સૂંઘો. જો તે સડવાની ગંધ આવે તો સમજી લેવું કે તેને ખાઈ શકાઈ તેમ નથી.
3. કાળજીપૂર્વક જોઈને તપાસો
ઘણા દુકાનદારો જૂના ઈંડાને સુંદર દેખાડવા માટે તેને કલર કરાવે છે, પરંતુ તેમ છતાં તમે તેજ નજરથી નવા કે જૂના ઈંડાને ઓળખી શકો છો. કાળજીપૂર્વક તપાસો કે ઇંડા ક્યાંયથી ફાટી નથી અને તેની છાલ ખરી નથી રહી. જો એમ હોય તો, તે ઇંડા ખરીદશો નહી અથવા ખાશો નહીં. આમ ઈંડા તાજા છે કે વાસી છે.. તે જાણીને પછી જ લેવા જોઈએ…