Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

લોકસભાના સ્પીકરની અધ્યક્ષતામાં આજથી કાર્યશાળા, ચૂંટાયેલા નવા ધારાસભ્યોને સત્ર પહેલા ટ્રેનિંગ

લોકસભાના સ્પીકરની અધ્યક્ષતામાં આજથીટ કાર્યશાળાનું આયોજન વિધાનસભામાં કરવામાં આવ્યું છે.  જ્યાં બે દિવસમાં 10 સત્રો લેવામાં આવશે.  ચૂંટાયેલા નવા ધારાસભ્યોને સત્ર પહેલા ટ્રેનિંગ આપવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષે તમામ ધારાસભ્યોના ટ્રેનિંગની પહેલ કરી હતી. આ બે દિવસીય કાર્યશાળા લોકસભાના સ્પીકર ઓમ બિરલાના અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આજે કાર્યશાળા ચાલશે.

સંસદીય પ્રણાલી અને વિસ્તારના પ્રશ્ન અંગે તાલીમ આપવામાં આવશે. વિવિધ નિષ્ણાતો આજે અને કાલે તાલીમ આપશે. આજે એટલે કે 15 અને 16 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં 2 દિવસીય તાલીમ શિબિર ચાલશે

આ પ્રકારની રહેશે તાલીમ 
ચૂંટાયેલા ધારાસભ્યોને સ્ટ્રેસ મેનેજમેન્ટની તાલિમ આપવામાં આવશે.  વિવિધ કામગિરી કેવી કેવી રીતે કરી શકાય, સવાલ કેવી રીતે કરવો એ તમામ બાબતોને લઈને ટ્રેનિંગ આપવામાં આવશે.વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રીયાથી પણ અવગત કરાવવામાં આવશે. સંસદીય પ્રણાલી અને વિસ્તારના પ્રશ્ન અંગે તાલીમ આપવામાં આવશે. વિવિધ નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલની સરકાર 2022માં બન્યા બાદ આ વખતનું પ્રથમટ સત્ર મળવા જઈ રહ્યું છે. આ સત્ર મહત્વનું સાબિત થશે કેમ કે, આ સત્રની અંદર બજેટ પણ પ્રથમ વખત જીત બાદ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ પણ ચાલી રહી છે.

 23મી ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહ્યું છે વિધાનસભા સત્ર 
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી સમયમાં મળવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારનું બજેટ સત્ર 23મી ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહ્યું ત્યારે 24 તારીખના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. આ વખતે સૌ કોઈની નજર બજેટ પર છે. આ ઉપરાંત આ વખતે નવા ધારાસભ્યોને પણ ટિકિટ આપવામાં આવતા તેમણે જીત મેળવી છે ત્યારે 156માંથી કેટલાક ધારાસભ્યો માટે આ પ્રથમ અનુભવ રહેશે.

संबंधित पोस्ट

सत्येंद्र जैन के घर फिर छापा: ईडी ने 7 जगहों पर छापेमारी की, दिल्ली के स्वास्थ्य मंत्री 9 जून तक हिरासत में

Karnavati 24 News

बिहार: अमित शाह आज करेंगे राज्य का दौरा; भाजपा, महागठबंधन राजनीतिक ताकत का प्रदर्शन करने को तैयार

Admin

बाहुबली विधायक अनंत सिंह को मिली 10 साल की सजा: विधानसभा सदस्यता तय; एके-47 मामले में एमपी-एमएलए कोर्ट का फैसला

Karnavati 24 News

शिवसेना में पहले भी बगावत: 2014 में बीजेपी के साथ नहीं गए तो पार्टी तोड़ने को तैयार थे शिंदे गुट, उद्धव को झुकना पड़ा

Karnavati 24 News

अखिल भारतवर्षीय ब्राह्मण महासभा का 24 वां वैवाहिक परिचय शुरू हुआ ;परिचय सम्मेलन में देश भर से युवा भाग ले रहे हैं

Admin

दिल्ली: NDMC बैठक के दौरान BJP ने केजरीवाल के घर की मरम्मत का मुद्दा उठाया

Karnavati 24 News