Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

ખુશખબર / RBI એ લોન લેનારાઓને આપી વધુ એક રાહત, હવે લોન રિકવરી પહેલા કરવું પડશે આ કામ

Reserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડિજિટલ માધ્યમથી લોન આપતા એકમો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું હતું કે, ડિજિટલ માધ્યમથી લોન આપતી સંસ્થાઓએ પહેલાથી જ પેનલમાં સામેલ તેમના એજન્ટો વિશે ખુલાસો કરવો જોઈએ, જે લોનની ચુકવણી ન કરવાના કિસ્સામાં લોન લેનારનો સંપર્ક કરી શકે છે. તેની સાથે લોન વસૂલાતની પ્રક્રિયા શરૂ કરતા પહેલા, તેના વિશે ગ્રાહકોને જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ ઓગસ્ટ 2022માં કેટલાક એકમો પાસેથી લોનના બદલામાં વધુ પડતું વ્યાજ વસૂલવા અને ખોટી રીતે લોનની વસૂલાતને રોકવાના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ લોન અંગેના નિયમોને કડક બનાવ્યા હતા.

પૂલ ખાતાની કોઈ ભૂમિકા નહીં રહે

નવા નિયમ હેઠળ, જે પણ લોન વહેંચવામાં આવશે અને પરત કરવામાં આવશે, તે જરૂરી છે કે તે ઉધાર લેનારાઓ અને નિયમનકારી સંસ્થાઓ (બેંક અને NBFC)ના બેંક ખાતા વચ્ચે હશે. લોન સર્વિસ પ્રોવાઈડર્સ (LSP) ના પૂલ ખાતાની તેમાં કોઈ ભૂમિકા રહેશે નહીં. રિઝર્વ બેંકે જણાવ્યું કે સાથે જ એલએસપી માટે કોઈપણ ફી જો બનાવે છે, તો રેગ્યુલેટેડ યુનિટ આપશે, નહીં કે લોન લેનારાવાળા. કેન્દ્રીય બેંકે ડિજિટલ ધિરાણ માર્ગદર્શિકા પર વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો જારી કર્યા છે.

પહેલાથી જ ઈ-મેલ / એમએમએસ દ્વારા જાણકારી આપવાની રહેશે

લોન રિકવરી એજન્ટ્સ વિશે, તેમા કહેવામાં આવ્યું છે કે, લોન મંજૂર કરતી વખતે, લોન લેનારને પેનલમાં સામેલ એજન્ટોના નામ આપવામાં આવી શકે છે, જે લોન ડિફોલ્ટના કિસ્સામાં તેનો સંપર્ક કરી શકે છે. જો લોનની ચુકવણીમાં વિલંબ થાય અને રિકવરી એજન્ટને ધિરાણકર્તાનો સંપર્ક કરવાની જવાબદારી સોંપવામાં આવી હોય, તો લોન લેનારને સંબંધિત એજન્ટને સોંપવામાં આવેલી જવાબદારી વિશે ઈ-મેલ / એસએમએસ દ્વારા અગાઉથી જાણ કરવી જોઈએ.

આરબીઆઈએ એમ પણ જણાવ્યું કે, ચેક બાઉન્સ અથવા સમયસર ચુકવણી ન થવાના કિસ્સામાં, પેનલ્ટી ફી વિશે અલગથી માહિતી આપવી જોઈએ. શું તમામ લોન સેવા આપનારા (એલએસપી) ને ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક કરવાની જરૂર છે. RBI એ જણાવ્યું હતું કે, ઉધાર લેનારાઓ સાથે વ્યવહાર કરતી સંસ્થાઓએ જ આવા અધિકારીઓની નિમણૂક કરવાની જરૂર છે.

संबंधित पोस्ट

ચમક ફિક્કી પડી / સોના અને ચાંદી થઈ સસ્તી, જાણો ગોલ્ડ-સિલ્વર ખરીદવા પર કેટલા રૂપિયા બચશે

Admin

नई गेहूं की आवक धीमी गति से शुरू, लेकिन दाम अभी भी एमएसपी से अधिक

Admin

अप्रैल से जनवरी के बीच कृषि निर्यात में 10 प्रतिशत की वृद्धि दर्ज की गई

Karnavati 24 News

માર્ચના પહેલા જ દિવસે વધી સરકારની ચિંતા, ઘટ્યું GST કલેક્શન, સામે આવ્યું આ કારણ

Admin

सेंसेक्स 377 अंक बढ़कर 60663 पर बंद हुआ, अडानी समूह के शेयरों में तेजी

Admin

Rules Change From 1 March 2023: માર્ચની શરૂઆતથી જ 5 ફેરફારો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Admin