Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Religion

51 શક્તિપીઠ પરીક્રમાનો ચોથો દિવસ, ગૃહમંત્રી સંઘવી જોડાયા ત્રિશુલ યાત્રામાં

અંબાજી શક્તિ પરીક્રમાના ચોથો દિવસ છે ત્યારે ગબ્બર તળેટીમાં અંબાજીની પરીક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે.  ગબ્બર તળેટીમાં યોજાયેલી આ યાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા. હર્ષ સંઘવી પોલીસ પરીવાર સાથે ત્રિશુલ યાત્રામાં જોડાયા હતા. અંબાજી ગબ્બર પરીક્રમા મહોત્સવનો ચોથો દિવસ છે. ત્યારે મોટી સંખ્યામાં ભાવી ભક્તો આ યાત્રામાં જોડાયા હતા.

અંબાજી પરીક્રમાનો એક દિવસ વધારાયો
જિલ્લા પોલીસે ગાર્ડ ઓફ ઓનરની સલામી અંબાજી પરીસરમાં આપી હતી. પાંચના બદલે 6 દિવસ આ પરીક્રમા હવેથી ચાલશે. જેથી હવે એક દિવસ વધુ આ પરીક્રમા ચાલશે. શ્રદ્ધાળુઓનો ધસારો જોતા એક દિવસ વધારો કરવામાં આવ્યો છે.

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો કાર્યક્રમ 12 ફેબ્રુઆરીથી શરુ થયો હતો. જે હવે 17 ફેબ્રુઆરી સુધી ચાલશે. જિલ્લાના ગામડાઓમાંથી તેમજ રાજ્યભરામાંથી મોટી સંખ્યામાં લોકો આ પરીક્રમમાં જોડાઈ રહ્યા છે.  ધાર્મિક કાર્યક્રમોની જવાબદારી પણ તલાટીઓ, ગ્રામ સેવકો અને અન્યોને સોંપવામાં આવી છે. વ્યવસ્થા જાળવવાને લઈને આ જવાબદારી સોંપવામાં આવી છે.

અંબાજી મંદિરની આ પરીક્રમા વિશેષરુપે થતી હોય છે ત્યારે દેશભરમાંથી ભાવી શ્રદ્ધાળુઓ તેમાં જોડાતા હોય છે ત્યારે આજે ચોથા દિવસે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ યાત્રામાં જોડાયા હતા.

संबंधित पोस्ट

पोर्टल पर प्राप्त शिकायतों का शीघ्र करें निस्तारण-अपर उपायुक्त सरकार 25 दिसंबर तक सुशासन सप्ताह मना रही है

Admin

સુરતની શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ, આ નિયમો પાલન કરવા સૂચન

Admin

बठिंडा में पुलिस को बड़ी कामयाबी मिली है, जहां दो अलग-अलग मामलों में पुलिस ने 7 तारीख को गिरफ्तारी कर भारी मात्रा में अवैध हथियार बरामद किए हैं.

Admin

फिरोजपुर में एक महिला के खिलाफ निशान साहिब का अपमान करने का मामला दर्ज किया गया है

Admin

IPL 2023 के लिए BCCI बदलेगा अपना नया प्लान, यह है IPL क्रिकेट का आयोजन

Admin

૧૨મી સુધી આયો જીત કથામાં વિવિધ ધર્મિક પ્રસંગોની ઉજવણી .

Admin