Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

પાકિસ્તાનને પડ્યો બેવડો માર, લોનનો હપ્તો ચૂકવવાનો છે અને વિદેશી હૂંડિયામણની અનામત ઘટી

ગરીબ પાકિસ્તાનમાં લોકોને બે સમયના ખાવાના વાંધા પડી રહ્યા છે. દેશ ચલાવવા માટે પૈસા બચ્યા નથી. લોન ચુકવવા માટે પણ લોન લેવી પડે એવી મજબૂરી સામે આવીને ઉભી છે. પાકિસ્તાનને આ નવી સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળી રહ્યો અને આ બધા વચ્ચે તાજેતરમાં પાકિસ્તાને જૂનું દેવું ચૂકવવા માટે એક હપ્તો ચૂકવ્યો છે. આ પછી, હવે આ દેશનો વિદેશી મુદ્રા ભંડાર 3 અબજ ડોલરથી ઓછો બચ્યો છે. જે પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી છે.

પાકિસ્તાન સરકારે તાજેતરમાં જૂની લોનનો હપ્તો ચૂકવ્યો છે, એ પછી તેમની વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને $2.9 બિલિયન થઈ ગઈ છે. એક પાકિસ્તાની અખબાર અનુસાર, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) એ ડેટા જાહેર કરીને વિદેશી મુદ્રામાં થયેલા ઘટાડા વિશે જણાવ્યું છે. એક તરફ પાકિસ્તાન પહેલેથી જ IMF પાસે બેલઆઉટ પેકેજ માટે વિનંતી કરી રહ્યું છે, ત્યારે હવે પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો તેમના માટે ચિંતાનો વિષય છે.

પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી મદદ મળવાની એક આશા હતી. પરંતુ તે પણ અત્યારે અટકેલી પડી છે. પાકિસ્તાન સતત IMF પાસેથી બેલઆઉટ પેકેજની માંગ કરી રહ્યું છે. પરંતુ IMFએ કેટલીક એવી કડક શરતો મૂકી છે, જેને પાકિસ્તાન હાલમાં સ્વીકારવાની સ્થિતિમાં નથી.

IMFએ લોન માટે પાકિસ્તાન સામે આ બે મોટી શરતો મૂકી

IMFએ પાકિસ્તાન સામે બે સૌથી મોટી શરતો રાખી છે. તેમાંથી એક સબસિડી ઘટાડીને વીજળીના બિલમાં વધારો કરવાનો છે. બીજી બાજુ, બીજી શરત એ છે કે પાકિસ્તાન સરકારે તેના ગ્રેડ 17 થી ઉપરના તમામ અધિકારીઓની સંપત્તિની માહિતી IMF સાથે શેર કરવી પડશે. આંતરરાષ્ટ્રીય સંસ્થાની આ બંને માંગણીઓ સ્વીકારવી પાકિસ્તાન માટે આસાન નથી.

संबंधित पोस्ट

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

“NCP શહેર પ્રમુખ આકાશ સરકાર” ને એસ્ટેટ વિભાગ ના અધિકારી દ્વારા “જાતિવાદક” શબ્દો બોલવામાં આવ્યા

Karnavati 24 News

फरीदाबाद: पोषण माह का प्राथमिक उद्देश्य पोषण के महत्व के बारे में जागरूकता फैलाना: उपायुक्त विक्रम

Karnavati 24 News

છેલ્લા કેટલાક મહિનાઓથી હંસલ મહેતાના આશ્રય હેઠળ નિર્મિત વેબ સિરીઝ ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’માં ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆની હાજરીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ‘

વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના હસ્‍તે ટોકનરૂપ 15 જેટલા રોજગાર નિમણૂંકપત્રો, એપેન્‍ટિીસ કરારપત્રો અને ઇ- શ્રમ કાર્ડનું વિતરણ કરાયું

Karnavati 24 News

રોકાણકારો માટે આ રહી બેસ્ટ ક્રીપ્ટોકરન્સી એસેટ્સની રીવ્યૂ ગાઈડ કે જે ઉંચું રીટર્ન તમને અપાવી શકે છે

Admin
Translate »