Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

વાપી GIDC માં 68 કિલો નશીલો પદાર્થ જપ્ત કર્યા બાદ NCB એ સીલ કરેલી કંપનીમાંથી માલસામાન સગેવગે થયો હોવાની આશંકા

ગત 6 જૂન 2022ના વાપી GIDC ના 3rd Phase વિસ્તારમાં પ્લોટ નંબર C-1/B, 2409 ખાતે આવેલ પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદની ટીમે છાપો માર્યો હતો. NCB ની ટીમે આ રેઇડ દરમ્યાન 68 કિલો નશીલો પદાર્થ જપ્ત કર્યો હતો. કંપનીમાંથી 2 આરોપીઓને પકડી પાડી આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ કંપનીમાંથી નશીલા પદાર્થ બનાવવાનું રો-મટીરીયલ, અન્ય સાધન સામગ્રી જપ્ત કરી કંપનીને સીલ કરી હતી. જો કે NCB ની ટીમે સીલ કરેલી કંપનીનો મુખ્ય ગેટ હાલમાં તૂટેલો જોવા મળી રહ્યો છે. તેમજ કંપનીની અંદર પણ કેટલોક સામાન વેરવિખેર પડ્યો હોય સીલ કરેલી કંપનીમાં અન્ય કોઈ ઇસમોની અવરજવર અને માલ સગેવગે કરવામાં આવ્યો હોવાની શંકા સેવાઇ રહી છે. આઠેક મહિના પહેલા સીલ કરેલી આ કંપનીમાં મુખ્ય ગેટ પર સીલ મારેલું છે. પરંતુ ગેટના એક ભાગનું પતરું કાઢી ત્યાંથી અવરજવરનો રસ્તો બનાવવામાં આવ્યો છે. કંપનીના કમ્પાઉન્ડમાં એક દ્વિચક્રી વાહન ધૂળ ખાઈ રહ્યું છે. કંપનીની ઓફિસમાં તમામ સામાન વેરવિખેર પડ્યો છે. ફર્નિચરના ટુકડા જોઈ તોડફોડ થઈ હોવાની શંકા સેવાઇ રહી છે. ઉપરના માળે સ્લાઈડિંગ વિન્ડો ખૂલેલી નજરે પડે છે. જ્યાંથી કોઈ કિંમતી સમાન બહાર લઈ જવામાં આવ્યો હોય શકે છે. જો કે મુખ્ય ગેટ પર સીલ કરેલા તાળા માં કંપનીનું લાઇટબીલ ખોસેલું છે. જેમાં લાઈટ બીલની 40 હજારની રકમ લખેલ છે. સીલ કરેલી કંપનીમાં કોના દ્વારા અથવા કોના ઈશારે કોણે હિલચાલ કરી છે તે તપાસ નો વિષય છે. પરંતુ મુખ્ય માર્ગ પર આવેલ અને સીલ કરેલી કંપનીમાં થયેલી અવરજવર અનેક શંકા કુશંકા ઉભી કરી રહી છે. ત્યારે નશીલો પદાર્થ જપ્ત કરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરનાર NCBની ટીમ આ સીલ કરી ભૂલી ગયેલ કંપનીમાં કોણે અવરજવર કરી અને શું સગેવગે કર્યું તેની તપાસ કરશે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. વાપી GIDC ના 3rd phase માં આવેલી પાર્શ્વનાથ ડાય કેમ કંપનીમાં ભૂતકાળમાં બનેલી ઘટનાની વિગતો જોઈએ તો, વર્ષ 2022માં 6ઠ્ઠી જૂનના દિવસે અમદવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau)ની ટીમે કંપની માં રેઇડ કરી હતી. જેમાં ગેરકાયદે કોઇપણ જાતના પરવાના વિના અલ્પાજોલેમ-નાર્દાજેપામ (Nardazepam) અથવા અન્ય નશીલો પદાર્થ બનાવતા 2 ઇસમોની ધરપકડ કરી હતી. કંપનીમાંથી 68 કિલો નશીલો પદાર્થ તેમજ તેનું રો-મટીરીયલ સહિતની સાધન સમગ્ર જપ્ત કરી હતી. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 (Narcotics Drugs and Psychotropic Substances Act 1985) હેઠળ 4 આરોપીઓ એવા 1, શ્રીનિવાસ કારે બોલૈયાહ 2, સત્યાના લક્ષ્મીરાજન 3, મોહમદ સહજાદ સોનારુદ્દીન 4, રાઉલ શેખની ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી કંપનીને સીલ મારવામાં આવ્યું હતું. કંપનીના મુખ્ય ગેટ પર તાળા સાથે જ્યાં સીલ મારવામાં આવેલ ત્યાં NCB અમદાવાદના વરિષ્ઠ અધિકારી લલિત શર્માની સહી સાથેની એક નોટિસ પણ ચિપકાવી હતી. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે, વાપી GIDC ના 3rd ફેઈઝમાં પ્લોટ નંબર C-1/B, 2409 ખાતે આવેલ પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાંથી નશીલો પદાર્થ મળી આવ્યો છે. નિયમ મુજબ આ કંપનીને સીલ કરવામાં આવી છે. જેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદ અથવા માનનીય ન્યાયાલયની અનુમતિ વગર ફેકટરીમાં રાખવામાં આવેલ ઉપકરણો-સમાન-કેમિકલનો ઉપયોગ કરવો, બહાર લઈ જવો કે હટાવવો દંડનીય અપરાધ છે. જો કે આઠેક મહિનામાં જ NCB એ સીલ કરી નોટિસ મારેલ ફેકટરીના ગેટમાં ગાબડું પડ્યું છે. કોઈકની અવરજવર થઈ છે. માલસામાન સગેવગે થયો હોવાની શંકા સેવાઇ છે. તે અંગે તપાસ થશે કે કેમ તેના પર મીટ મંડાઈ છે.

संबंधित पोस्ट

વડોદરા- પથ્થરમારો બાદ 45 સામે નામ જોગ અને 500થી વધુના ટોળા સામે ફરીયાદ, 15 દિવસ પોલીસ રહેશે તૈનાત

Admin

વિકાસ સહાય ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી બનશે . . .

Admin

मेरठ यूपी। मां ने 82 हजार में बेचा 3 दिन का बच्चा।

Admin

સુરત: સુરતના સરદારબ્રિજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ, સ્થાનિક તરવૈયાઓએ બચાવી

Admin

શહેરના દાણા પીઠમાંથી પોલીસે ભુરાને લેતા રર ચોરીના રહસ્યો ખુલ્યા

Karnavati 24 News

બોટાદ ના યુવા નને બે શખ્સ પાઈપ ફટકાર્યા હતા .

Admin