Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Religion

ગાંધીનગર: ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નો લાભ લેનારા માટે સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે 12થી 16 ફેબ્રુઆરી, 2023 દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યાત્રાળુઓ માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.

જણવા દઈએ કે, રાજ્યના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાંથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના 12થી 16 ફેબ્રુઆરી, 2023 દરમિયાન અંબાજી દર્શન માટે આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મીડિયા સૂત્રો પ્રમાણે, આ પરિપત્ર મુજબ એસ.ટી.બસની સુપર બસ ભાડા (નોન એ.સી.), તેની 50% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે, જેમાં 25% રકમ અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ સ્થાનિક સહકારી સંસ્થા/પ્રાયોજકો અને   25 ટકા રકમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભોગવશે. જ્યારે બાકીની 50 ટકા રકમ યાત્રાળુ એ ભોગવવાની રહેશે.

આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે

સરકારની આ યોજનાનો લાભ લેવા માટે દરેક યાત્રાળુએ આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે. વાહન વ્યવહારની કચેરી તથા કલેકટર બનાસકાંઠાના પરામર્શ બાદ સંબંધિત જિલ્લા કલેક્ટરે બસ ઉપાડવાનો સમય, સ્થળ સહિતની વિગતો નક્કી કરવાની રહેશે. ઉપરાંત મુખ્ય પરિવહન અધિકારી સાથે પરામર્શ કરીને કયા જિલ્લાએ કેટલી બસ ફાળવવી એ સબંધિત જિલ્લાના કલેક્ટરે નક્કી કરવાનું રહેશે.

संबंधित पोस्ट

उज्जैन के महाकाम मंदीर में नए साल में लाखो श्रद्धालुकी भीड बढेगी

Admin

पोर्टल पर प्राप्त शिकायतों का शीघ्र करें निस्तारण-अपर उपायुक्त सरकार 25 दिसंबर तक सुशासन सप्ताह मना रही है

Admin

शहीद भगत सिंह नगर के जिले में एकमात्र आम आदमी क्लीनिक कस्बा राहों में जरूरत के अनुसार नहीं मिल रही हे दवाई

Admin

पंजाबी यूनिवर्सिटी पटियाला के सफाई कर्मचारियों ने पंजाबी यूनिवर्सिटी के मुख्य गेट और विभिन्न विभागों में गंदगी का ढेर लगाकर प्रदर्शन किया।

Admin

પ્રમુખ સ્વામીએ સરભોણમાં મંદિર બનાવવાનો કરેલો સંકલ્પ 39 વર્ષ બાદ પૂરો થશે

Admin

आखिर क्यों चढ़ाया जाता है शनि देव पर सरसों का तेल।

Admin