ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. અહીં એક યુવક તેની પ્રેમિકાને મંડપમાંથી ભગાડવા માટે ફિલ્મી સ્ટાઈલમાં આવ્યો અને તેની સાથે ભાગી ગયો. પરંતુ સ્થળ પર જ સગા-સંબંધીઓ અને જાનૈયાઓએ પ્રેમી યુગલને પકડી પાડ્યું હતું. મામલો ખાગા વિસ્તારનો છે, જ્યાં સોમવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કન્યાના પરિવારે તેના લગ્ન કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેના પણ સમૂહ લગ્ન સંમેલનમાં 124 યુગલો સાથે લગ્ન થવાના હતા. પરંતુ મંડપ પહોંચતા પહેલા યુવતીએ તેના બોયફ્રેન્ડને ફોન કરીને સંમેલનમાં આવવા કહ્યું હતું. આ છોકરો લગ્ન અટકાવવા પહોંચ્યો અને તેની પ્રેમિકા સાથે ભાગવા લાગ્યો, પરંતુ ત્યારે જ ત્યાં હાજર સંબંધીઓએ તેને પકડી લીધો અને પોલીસને હવાલે કરી દીધો.
પોલીસ સ્ટેશન સુધી પહોંચી વાત
પોલીસ સ્ટેશનમાં છોકરા અને છોકરી બંનેની વાત પોલીસે સાંભળી. યુવતી મક્કમ હતી કે તે તેના પ્રેમી સાથે જ લગ્ન કરશે. તેણે કહ્યું કે તે પુખ્ત છે અને તેને પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર છે. જોકે, પોલીસની સમજાવટ બાદ યુવતી તેના પરિવારજનો સાથે ઘરે પરત ફરી હતી, જ્યારે પોલીસે પ્રેમીને કસ્ટડીમાં રાખ્યો હતો. યુવતીએ એવો પણ કેસ દાખલ કર્યો છે કે તેને પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર છે.