Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ ખાર રાખી યુવતીનું કર્યું અપહરણ: યુવકે સસરા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

રાજકોટ નજીકના નવાગામના દીવેલીયાપરા વિસ્તારમાં રહેતા અને થોડા સમય પહેલા જ કોર્ટમાં પ્રેમ લગ્ન કરનાર યુવકની પત્નીને તેના પરિવારજનો પ્રેમ લગ્ન કર્યાનો ખાર રાખી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તેના સસરા સહિત ચાર સામે ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે. પોતાની ફરિયાદમાં જયંતી ધીરાભાઈ સેજુ (ઉ.વ.24) એ જણાવ્યું છે કે તેણે વકતા ગમનાભાઈ સોલંકીની પુત્રી મમતા (ઉ.વ.18) સાથે 15 દિવસ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં તેની સાથે નવાગામના દીવેલીયાપરામાં રહેવા આવ્યો હતો. પાંચેક દિવસ બાદ થરાદ પોલીસ તેને અને પત્નીને લઈ ગઈ હતી. બંનેના નિવેદનો લઈ છોડી મુકયા હતા. ગઈ તા.29 ના રોજ તે પત્ની સાથે ઘરે હતો ત્યારે તેનો સસરો વકતા અન્ય ત્રણ શખ્સો સાથે તેના મકાનમાં ધસી આવ્યો હતો. એટલુ જ નહી તેને બેફામ ગાળો ભાંડી માર માર્યો હતો. તેની પત્નીને મારકુટ કરતા કરતા મકાનના ગ્રાઉન્ડ ફલોર ઉપર લઈ ગયા બાદ તેને મારી નાખવાની ધમકી આપી તેની પત્નીના વાળ પકડીને પોતાની સાથે આવેલી કારમાં બળજબરીપૂર્વક બેસાડી લઈ ગયા હતા. જે અંગે તેણે કુવાડવા રોડ પોલીસમાં અરજી આપી હતી. ત્યારબાદ તેના પક્ષ તરફથી સમજાવટ શરૂ કરાઈ હતી. તેના પક્ષે પત્ની મમતાને તેના સસરા પરત મોકલી આપે તેમ કહેવડાવાયું હતું. પરંતુ તેના સસરાએ તેની પત્નીને પરત નહી મોકલતા અંતે ચાર સામે પોલીસે અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

સુરત: છેલ્લા 6 મહિનાથી ગુમ પોલીસ કોન્સ્ટેબલના પરિવારની કમિશનરને રજૂઆત, ન્યાયની માગ

Admin

હૈદરાબાદમાં ડ્રગ્સના કારોબાર પર કસાયો સકંજો, 200 કિલો ગાંજો જપ્ત, 3 લોકોની ધરપકડ

Karnavati 24 News

કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ

Admin

બર્બરતાની હદ થઈ પાર! પરિણીત મહિલા પર બળાત્કાર બાદ તેને એસિડથી બાળી, પછી કેરોસીન છાંટીને સળગાવી

Admin

भाजपा OBC मोर्चा जिलाध्यक्ष व पुत्रों पर प्रौढ़ का अपहरण कर हमला करने का आरोप

Admin

મોરબીના શક્તિ ચેમ્બરની અનેક દુકાનોમાં ચોરી થયા મામલે પોલીસ ફરિયાદ

Admin
Translate »