Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ કરનારી સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયર નીકળ્યા હત્યારા..

અંકલેશ્વર પંથકમાં દીકરાના અપહરણનો મામલો..

દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ કરનારી સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયર નીકળ્યા હત્યારા..
પોતાના પ્રેમી પિતરાઈ દિયર પાસે પોતાના જ દીકરાનું અપહરણ કરાવી હત્યા કરાવી નાખનાર સગી માતા આવી ગઈ પોલીસના સકંજામાં..
હત્યારા પ્રેમી પંખીડાઓએ પોલીસ તપાસ બરાબર નથી કરતી તેવી શંકાઓ અને આક્ષેપ કરતા પોલીસને આક્ષેપ કરનારાઓ સામે શંકાની સોય જતા પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં મળી ગઈ સફળતા..
ભરૂચ
પોતાના પ્રેમીને પામવા માતાએ વિધવા બનવા સૌપ્રથમ પોતાના જ દીકરાની બલી ચડાવવાનો ખેલ રચી નાખ્યો અને પોતાના પ્રેમી દિયરને બોલાવી દીકરાની હત્યા કરાવી પોતાના પતિનું પણ હત્યાનું કાવતરું રચ્યું હતું. પરંતુ ૪ સંતાનની માતા પોતાના પતિની હત્યા કરે તે પહેલા જ પોલીસે અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલી નાખી પ્રેમી પંખીડા માતા અને પિતરાઈ દિયરને જેલ ભેગા કરી નાખ્યા છે
કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે તેમાં નથી ઉમર જોવાતી કે નથી રૂપ જોવા તો આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના સારંગપુર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય દંપતીના પરિવારમાં બન્યો છે જેમાં ચાર સંતાનની માતાને પિતરાઈ દિયર સાથે આંખો મળી જતા પ્રેમ થઈ ગયો હતો અને બંને પ્રેમમાં એટલા ગળા ડૂબ થઈ ગયા કે માતાએ પોતાના દીકરા અને પતિની હત્યા કરવાનું રચી નાખ્યું ષડયંત્ર.. માતાએ પોતાના જ માસુમ ૧૩ વર્ષીય દીકરા ક્રિષ્નાનું પ્રેમી પિતરાઈ દિયર પાસે અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવનાર સગી માતા એ જ દીકરો ગુમ થયો છે તેવી ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી
તારીખ ૨૩/૧/૨૦૨૩ના રોજ અંકલેશ્વર તાલુકાના સાળંગપુર વિસ્તારમાં આવેલા સોનમ સોસાયટીમાં રહેતા સત્ય પ્રકાશ યાદવ નો ૧૩ વર્ષીય દીકરો ક્રિષ્ણા ગુમ થયો હોય તેવી ફરિયાદ અપહરણની નોંધાઈ હતી અને આ ગુનાની તપાસ પોલીસે જીણવટ ભરી રીતે શરૂ કરી હતી અને અપહરણ કરાયેલા ૧૩ વર્ષીય કિશોરની શોધખોર પોલીસ કરતી હતી આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા ગુમ થયેલા કિશોરનો બે બાળકો સાથે ઝગડો થયો હોવાની કહાની ઘડી હતી પરંતુ આ કહાની પોલીસના ગળે ઉતરી ન હતી અને જે બે બાળકોની પૂછપરછ કરાઈ હતી તેમાં પોલીસને કોઈ કડી મળી ન હતી પરંતુ પોલીસને ગુમરાહ કરી ઉંધી દિશામાં તપાસ કરાવી પોલીસ સાચી દિશામાં તપાસ કરતી નથી તેવા આક્ષેપ કરનારા દીકરા ક્રિષ્નાની માતાની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તેણે જ પોતાના જ દીકરાનું અપહરણ તેના પિતરાઈ દિયર પાસે કરાવી હત્યા કરાવી હોવાનું કબૂલ્યું હતું અને તેના પતિની પણ હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાની કબુલાત કરી હતી અને તેના પિતરાઈ દિયર સાથે તેણીને પ્રેમ સંબંધ હોવાના કારણે બંને વચ્ચે કાંટા રૂપી પિતા પુત્રનું કાઢવા માટેનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું
દીકરાનું અપહરણ કરી હત્યા કરવાનું ષડયંત્ર રચનાર સગી માતા મમતાદેવી સત્યપ્રકાશ યાદવની ધરપકડ કરી બાળકનું અપહરણ કરનાર પિતરાઈ કાકા ભગવતસિંગ ઉર્ફે શૈલેન્દ્રસિંહ યાદવ બંનેની કડક પૂછપરછ કરતા તેઓએ બાળકનું અપહરણ કરી તેનું ગળું દબાવી ઝઘડિયા નજીક નદી કાંઠે કોઈ આવવા વાળું જગ્યાએ તેનો મૃતદેહ ફેંકી દીધો હોવાની કબુલાત કરી હતી જેના પગલે પોલીસે આરોપીઓની કબુલાતના આધારે જે સ્થળે મૃદયનો નિકાલ કર્યો હતો ત્યાં તપાસ કરતા ૧૩ વર્ષીય ગુમ થયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસને સમગ્ર અપહરણ અને હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં સફળતા મળી ગઈ હતી
દીકરાની હત્યા કરનાર સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયરએ મૃતકનો જ્યાં નિકાલ કર્યો હતો તેવી જગ્યા ઝગડીયાના ઉછાલી નજીક નર્મદા નદીના અવાવરૂ જગ્યાએથી મળી આવતા પોલીસે સંપૂર્ણ પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી.. પોલીસે હથિયારી માતા અને તેના પ્રેમી પિતરાઈ દિયર સામે અપહરણ હત્યા શહીદ પુરાવાના નાશ કરવા અંગેનો ગુનો દાખલ કરી બંને પ્રેમી પંખીડાઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

संबंधित पोस्ट

કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ

Admin

मध्य प्रदेश के रीवा में बस और बच्चों से भरी पिकअप में भिड़ंत,1 बच्ची की मौत, 20 घायल।

Admin

મોરબીના લીલાપર રોડની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

Karnavati 24 News

राजस्थान के शेखावाटी क्षेत्र के कुख्यात अपराधी राजू ठेट की गोली मारकर हत्या

Admin

प्रयागराज : महिला के साथ लिव इन में रहने वाले युवक का शव जंगल में पेड़ से लटकता मिला

Admin

जयपुर – रेकी करके चोरी करने का शातिर अपराधी गिरफ्तार

Admin
Translate »