Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

પેશાવર હુમલા બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રીને ડહાપણની દાઢ ફૂટી, કહ્યું – આતંકવાદ સામે એક થવાની જરૂર

પાકિસ્તાનના પેશાવરમાં થયેલા આત્મઘાતી હુમલા બાદ સમગ્ર પાકિસ્તાનમાં એલર્ટની સ્થિતિ છે. સૌથી તાજેતરનો હુમલો પંજાબ પ્રાંતના પોલીસ સ્ટેશન પર કર્યો છે, જેમાં મંગળવારે રાતે ભારે હથિયારોથી સજ્જ તાલિબાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. એ પહેલાનો ઘાતકી હુમલો પેશાવરમાં એક મસ્જિદ પર નમાજ દરમિયાન આત્મઘાતી હુમલો હતો, જેમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. પોતાના જ પોષેલાં આતંકીઓ તેમના પર હુમલાઓ કરી રહ્યા છે ત્યારે હવે હુમલાની ભયાનકતા પર પાકિસ્તાનના રક્ષા મંત્રીનું નિવેદન આવ્યું છે. જ્યાં એક તરફ તેમણે તમામ રાજકીય પક્ષોને સંકટની ઘડીમાં એક થવાનું કહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ હુમલા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે પાકિસ્તાનમાં નમાજ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો, ભારતમાં આવું ક્યારેય બનતું નથી. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કહ્યું કે ભારતમાં પણ નમાજ દરમિયાન ક્યારેય શ્રદ્ધાળુઓ નથી મરતા. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનમાં મસ્જિદોમાં નમાઝ દરમિયાન પણ આત્મઘાતી હુમલા થવા લાગ્યા છે. જ્યારે ભારત અને ઇઝરાયેલ જેવા દેશોમાં પણ એવું નથી બનતું કે પૂજા સ્થાનો કે મસ્જિદોમાં નમાજ દરમિયાન ક્યારેક આત્મઘાતી હુમલાની સ્થિતિ બની હોય.

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કહ્યું કે, આતંકવાદીઓ સામે એક થવાની જરૂર 

આખરે હવે રહી-રહીને પાકિસ્તાનને ડહાપણની દાઢ ફૂટી હોય એવું લાગી રહ્યું છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ ખાનનું કહેવું છે કે આપણે બધાએ આ આતંકવાદીઓ સામે એક થવું પડશે જેઓ માત્ર એક સંપ્રદાય અથવા સમાજના એક વર્ગને નહીં પરંતુ સમગ્ર દેશને નિશાન બનાવે છે. સંસદ ભવનની બહાર મીડિયા સાથેની ચર્ચામાં ખ્વાજા આસિફને આતંકવાદીઓ વિરુદ્ધ સેનાના કોઈપણ નવા ઓપરેશન વિશે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આતંકવાદને ખતમ કરવા માટે નવું સૈન્ય ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય ઉચ્ચસ્તરીય રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)માં લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા સમિતિનો છે. આવી બાબતોનો નિર્ણય આવા ફોરમ પર ન લઈ શકાય.

ઇમરાન ખાનના માથે ફોડ્યું ઠીકરું 

રક્ષા મંત્રી ખ્વાજા આસિફે તાલિબાન સાથે વાતચીત માટે ઇમરાન ખાનની અગાઉની સરકારને ભીંસમાં મૂકી. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલા અમને કહેવામાં આવ્યું હતું કે અમે આ લોકો (આતંકવાદીઓ) સાથે વાત કરી શકીએ છીએ. બાદમાં તેને દેશમાં પગપેસારો કરવાની મંજૂરી આપવામાં આવી. ખ્વાજા આસિફ ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં 450,000 થી વધુ અફઘાનીઓ છે જેઓ તેમના વતન પરત નથી ફર્યા અને હવે તેઓ પાકિસ્તાનમાં ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં ઘૂસી ગયા છે.

संबंधित पोस्ट

બજેટ સત્ર પહેલા કોંગ્રેસના 17માંથી 10 ધારાસભ્યો સોંપવામાં આવી દંડકથી પ્રવક્તા સુધીની જવાબદારી

Admin

प. बंगाल – ममता के मंत्रीमंडल में फेरबदल देखिये कौन बना मंत्री

Karnavati 24 News

बीजेपी सांसद प्रवेश वर्मा के चैलेंज पर अधिकारी ने किया यमुना घाट पर स्नान

Admin

पूर्व मुख्यमंत्री ने थपथपाई मुख्यमंत्री शिवराज सिंह चौहान की पीठ।

पीपीसीसी प्रमुख वारिंग ने पहलवानों के विरोध को लेकर भाजपा पर निशाना साधा

‘રાહુલ ગાંધી ઇચ્છે છે કે ચીનની સામે આત્મસમર્પણ કરી દે ભારત’

Admin
Translate »