Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

એલોન મસ્કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું, કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે

ટેસ્લાના શેરમાં ભારે કડાકા બાદ તેના પ્રમુખ એલોન મસ્કની સંપત્તિમાં રેકોર્ડ બ્રેક ઘટાડો થયો છે. ટેસ્લાના શેર નીચે પટકાયા પછી એલોન મસ્કે વ્યક્તિગત સંપત્તિ ગુમાવવાના સંદર્ભમાં એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, જેના પછી તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. એલોન મસ્ક છેલ્લા એક વર્ષમાં 180 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી ચૂક્યા છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, 2021માં એલોન મસ્કની સંપત્તિ 320 બિલિયન ડોલર હતી, જે જાન્યુઆરી 2023માં ઘટીને માત્ર 138 બિલિયન ડોલર થઈ ગઈ છે.

મીડિયા અહેવાલ મુજબ, ઇલોન મસ્કે આટલા ઓછા સમયમાં પ્રોપર્ટી ગુમાવવાના મામલે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધી આ રેકોર્ડ જાપાની ટેક ઇન્વેસ્ટર માસાયોશી સોનના નામે હતો, જેમણે વર્ષ 2000માં 58.6 બિલિયન ડોલરનું નુકસાન કર્યું હતું, પરંતુ હવે ઈલોન મસ્કે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

મસ્કે 200 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી

તાજેતરના અહેવાલ મુજબ, એલોન મસ્કે 200 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી છે અને આ પ્રથમ વખત છે જ્યારે કોઈ વ્યક્તિએ 200 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી હોય. એલોન મસ્કની સંપત્તિમાં એટલો ઘટાડો થયો કે તેમણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો પણ ગુમાવ્યો છે. ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ લૂઈસ વીટનના પ્રમોટર બર્નાડ આર્નોલ્ટે મસ્કને પાછળ મૂકી દીધા છે. બર્નાડ આર્નોલ્ટની સંપત્તિ 190 અબજ ડોલર છે. વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં એલોન મસ્ક બીજા ક્રમે છે.

મસ્કને અદાણી કરી શકે છે પાછળ

ત્યારે હવે એલોન મસ્ક પાસેથી વિશ્વના બીજા સૌથી અમીરનું બિરુદ પણ છીનવાઈ લેવાની અણી પર છે. ભારતના ગૌતમ અદાણી એલોન મસ્કને ગમે ત્યારે પાછળ છોડી કરી છે. એલોન મસ્કની સંપત્તિ 130 બિલિયન ડોલર છે, જ્યારે ગૌતમ અદાણી તેમનાથી માત્ર 10 બિલિયન ડોલર પાછળ છે અને તેમની સંપત્તિ 120 બિલિયન ડોલર છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી ટેસ્લાના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારને તેમનો નિર્ણય પસંદ ના આવ્યા. બજારને લાગે છે કે એલોન મસ્ક ટ્વિટર ચલાવવા માટે ટેસ્લાના વધુ શેર વેચી શકે છે.

संबंधित पोस्ट

फरवरी में जीएसटी कलेक्शन 12 फीसदी बढ़कर रुपया 1.49 लाख करोड़ हुआ

Admin

માર્ચના પહેલા જ દિવસે વધી સરકારની ચિંતા, ઘટ્યું GST કલેક્શન, સામે આવ્યું આ કારણ

Admin

एयर इंडिया निकट भविष्य में सबसे बड़ा सौदा कर सकती है, इतने नए विमान खरीदेगी

Admin

એરટેલનો 149નો મજબૂત પ્લાન, જોઇ શકશો 15 OTT પ્લેટફોર્મ અને મળશે આટલો ડેટા

Admin

કાળઝાળ ગરમીમાં નહીં થાય પાવર કટ, ઉર્જામંત્રીએ કંપનીઓને આપી આ સૂચના

Karnavati 24 News

શું છે પ્લાનિંગ ? : હજારો કરોડના દેવામાં ડૂબેલી કંપનીને કેમ ખરીદવા માગે છે અદાણી અંબાણી? શેરોમાં ઉછાળો

Admin