Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

અમદાવાદ ના નરોડા માં આવેલ કર્ણાવતી ટાટા મોટર્સ ની તકલીફો માં થઈ શકે છે વધારો…

શોરૂમ ના ટાર્ગેટ પુરા કરવા ગ્રાહકો ના પૈસા લઈ નવી ગાડી નઈ આપવાનું કાવતરું…

સૂત્રો દ્વારા મળતીઅહિતી મુજબ અમદાવાદ ના મણીનગર માં રેહતા એક યુવાને ડિસેમ્બર ૨૦૨૨ માં ટાટાની નવી ગાડી બુક કરાવા નરોડા વિસ્તાર માં આવેલ કર્ણાવતી ટાટા મોટર્સ માં ટોકન આપીને બુક કરવી ત્યારે કર્ણાવતી ટાટા મોટર્સ ના સ્ટાફ દ્વારા કેહવામાં આવ્યું હતું કે લોન ના પૈસા અમારા બેંક એકાઉન્ટ માં આવશે એટલે વધું માં વધું ૧ દિવસ લાગશે તમને નવી ગાડી ની ડિલિવરી આપવામાં તે વાત ને અનુસરી મણીનગર ના યુવાને બેંક લોન કરાવી લોન ના પૈસા બેંક દ્વારા કર્ણાવતી ટાટા મોટર્સ ના બેંક ખાતા માં ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યારે બેંક મેનેજરે કર્ણાવતી ટાટા મોટર્સ ના અધિકારી સાથે વાત કરતા જણાવ્યું કે લોન લીધેલ યુવાન ને નવી ગાડી ની ડિલિવરી આપી દેવી કેમ કે જે દિવસે બેંક દ્વારા લોન ની રકમ કર્ણાવતી ટાટા મોટર્સ ને કરવામાં આવી ત્યારેજ યુવાન દ્વારા ડાઉન પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું હતું,

નવી ગાડી માટે નું ફુલ પેમેન્ટ પોતાના બેંક ખાતામાં આવી ગયા બાદ કર્ણાવતી ટાટા મોટર્સ ના સેલ્સ પર્સન અને અધિકારીઓ દ્વારા નવી ગાડી ની ડિલિવરી માટે પૂછતાં બે-ત્રણ દિવસ થશે એવું કેહવામા આવ્યું ત્યારે યુવાને કીધું કે થોડું જલ્દી કરજો કારણ કે મારે ૭ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ પેહલો હપ્તો (EMI) ભરવાનો છે, આ વાત ને ૩ દિવસ વીત્યા બાદ ફરીથી યુવાને ડિસેમ્બર ૨૦૨૨ પતી ગયા બાદ સોમવાર, તા. ૨ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ યુવાન દ્વારા કર્ણાવતી ટાટા મોટર્સ નો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે હજી પણ તેમને નવી ગાડી ની ન્ડિલિવરી મળવામાં વાર લાગશે, જ્યારે પણ યુવાન ટાટા મોટર્સ નો સંપર્ક કરે છે ત્યારે તેને માત્ર નિત-નવા કારણો આપી નવી ગાડી ની ડિલિવરી માટે રાહ જોવાનું કહી આગળ ની તારીખ આપી દેવાતી,

કર્ણાવતી મોટર્સ દ્વારા બે મોઢા ની વાતો કરવામાં આવતી, ફોન ઉપર અલગ તારીખ અને ઈ મેઈલ પર અલગ, યુવાને પોતાના આપવીતી જણાવતા કહ્યું હતું કે એમના દ્વારા કર્ણાવતી મોટર્સ માં નવી ગાડી ત્યારેજ બુક કરવામાં આવી હતી જ્યારે શોરૂમ ના અધિકારીઓ દ્વારા વધું માં વધું ૨-૩ દિવસ માં ગાડી મળી જશે તેમ કેહવમાં આવ્યું હતું, પણ હકીકત તો તદન અલગજ નીકળી કે જૂના વર્ષ (ડિસેમ્બર ૨૦૨૨) માં પૈસા ભર્યા અને નવું વર્ષ પણ ચાલુ થઈ ગયું અને નવી ગાડી માટે લીધેલ બેંક લોન નો હપ્તો ભરવાની તારીખ માં પણ માત્ર ૩ દિવસ બાકી છે ત્યારે હજી પણ નવી ગાડી તેમને કર્ણાવતી ટાટા મોટર્સ દ્વારા આપવામાં આવી નથી,

આ બધું જોઈને એવું કહી શકાય કે શોરૂમો માં કામ કરતા લોકો દ્વારા આપેલ ટાર્ગેટ પૂરો કરવા ગ્રાહકો સમયસર નવી ગાડી આપવાનું કહીને ખોટા વચનો આપે છે અને શોરૂમ દ્વારા આવી રીતે નવી ગાડી લેવા ઇચ્છતા લોકો ને ટાટા મોટર્સ ની કંપની નું નામ પણ ક્યાંક ને ક્યાંક કર્ણાવતી ટાટા મોટર્સ ના લીધે બગડી રહ્યું હોય તેવું જણાઈ આવે છે ત્યારે હવે યુવાને દ્વારા નવી ગાડી ની ડિલિવરી ના આવતા કંટાળી યુવાન દ્વારા કર્ણાવતી ટાટા મોટર્સ ની સામે ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ કરી કોર્ટ ના દરવાજા ખખડાવવાનો જ રસ્તો બાકી રહ્યો હોય તેવું છે અને આ ઘટના ને બેંક ના મેનેજર દ્વારા પણ યુવાન દ્વારા જો ફરિયાદ કરવામાં આવશે તો પુરે પૂરો સહયોગ કરવાની ખાત્રી આપવામાં આવી છે ત્યારે હવે આવનારા સમયમાં અમદાવાદ ના નરોડા માં આવેલ કર્ણાવતી ટાટા મોટર્સ ની મુશ્કેલી માં વધારો થાય તો નવાઈ નહીં.

संबंधित पोस्ट

दिल्ली में शीतलहर की वजह से 15 जनवरी तक स्कूले रहेंगे बंध

Admin

ડીઆરડીએ ખાતે પોષણકર્મીઓની તાલીમ : ગતિશીલ ગુજરાત અંતર્ગત ૧૦૦ દિવસમાં ૮૪ હજાર આધારકાર્ડ માટેનો લક્ષ્યાંક

Admin

‘वॉयस ऑफ ग्लोबल साउथ’ शिखर सम्मेलन का पीएम मोदी ने उद्घाटन किया, कहा – ‘दुनिया संकट की स्थिति में’

Admin

રાજકોટ મનપાની અદભુત કામગીરી: ૨૯૧ રખડતા પશુ ડબે પુરાયા, લોકોમાં હાશકારો

Admin

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin

पीएम की मां हीराबा अब यादा में, पीएम मोदी हुए भावुक, चार भाइयों ने दी मुखाग्नि

Admin
Translate »