Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ઝારખંડના સંમેદશીખરજી પાર્શ્વનાથ પર્વતરાજને પર્યટન સ્થળ જાહેર કરતા મોડાસા જૈન સમાજમાં આક્રોશ, કલેક્ટરને આવેદન પત્ર

ઝારખંડના સંમેદશિખરજી પાર્શ્વનાથ પર્વતરાજની સ્વતંત્ર માન્યતા અને પવિત્રતા જાળવવાની માંગ સાથે સાબરકાંઠા જીલ્લાના વિજયનગર અને મોડાસા શહેરમાં જૈન સમાજે રેલી યોજી સરકારી ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું

મોડાસા શહેરમાં જૈન સમાજના અગ્રણીઓ અને સમાજના લોકોએ જીલ્લા કલેકટરને  આવેદનપત્ર આપી જૈન તીર્થંકરોના ઉદ્ધાર સ્થાન એવા સંમેદશિખરજીના સ્થાનોને પર્યટન જેવી હાલત કરવા સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને ઝારખંડના સંમેદશિખરજી પાર્શ્વનાથ પર્વતરાજની સ્વતંત્ર માન્યતા અને પવિત્રતા જાળવવાની માંગ બુલંદ બનાવાઈ હતી.

વિશ્વ જૈન સંગઠન (રજિસ્ટર્ડ) દ્વારા 20 જૈન તીર્થંકરોના ઉદ્ધાર સ્થાન શ્રી સંમેદશિખરજી પાર્શ્વનાથ પર્વતરાજ (ઝારખંડ)ની સ્વતંત્ર માન્યતા,પવિત્રતા અને રક્ષણ માટે રાષ્ટ્રવ્યાપી શ્રી સંમેદશિખરજી ચળવળના સમર્થનમાં અને આવા પવિત્ર જૈન ધર્મ સ્થાનોને પર્યટન સ્થળો જેવી હાલતમાં ફેરવવાના વિરોધમાં આજે સમગ્ર દેશભરમાં દરેક રાજ્ય અને તાલુકાઓમાં આવેદનપત્ર આપવાના ભાગરૂપે  મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેક્ટને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સંબોધીને આપવામાં આવેલ આ આવેદનપત્ર વિજયનગર જૈન સમાજના પ્રમુખ શાહ હર્ષદ દિનેશચંદ્ર ,ઉપપ્રમુખ શાહ મનોજ રતિલાલ મંત્રી નલિનકુમાર ભીખાલાલ સહમંત્રી ગોવાળિયા હિતેશકુમારની ઉપસ્થિતિમાં આપવામા આવ્યું હતું.

संबंधित पोस्ट

શિક્ષકોના બદલી કેમ્પ માટેની તારીખો જાહેર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

Admin

કોરોનાની અરાજકતા વચ્ચે ચીનમાં નવો વાયરસ મળ્યો, 35 લોકો સંક્રમિત થયા

Karnavati 24 News

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

Karnavati 24 News

તાજમહેલમાં નમાજ અદા કરતા 4 પ્રવાસીઓની ધરપકડઃ CISFએ નમાજ અદા કરતા 4 પ્રવાસીઓને પકડ્યા, મસ્જિદ સમિતિએ કર્યો વિરોધ

Karnavati 24 News

જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ; લશ્કરના 2 આતંકવાદીઓની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત

Admin

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં પહેલા મસમોટો ભુવો

Karnavati 24 News
Translate »