(જી.એન.એસ) તા.૧૧
ભરૂચ,
બનાવની જાણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.અલીખાન લોહાનીને થતા તેઓએ જંબુસર પોલીસ મથક ખાતે જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલબંધ RTPCR લેબોરેટરીમાં લગાવેલ 6 એ.સી. જે ઈન્ડોર/આઉટડોર સાથે, એક લેનોવો કંપનીનું લેપટોપ, સ્ટેપલર, સ્ટેપલર પીન તથા કેલ્ક્યુલેટર મળી આશરે કુલ કિંમત રૂપિયા 171000ની ચોરી થઈ હોવાની ફરિયાદ જંબુસર પોલીસ મથકે નોંધાતા જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.બી.રાઠવા તથા સ્ટાફે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં બે ઈસમોને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જંબુસર પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમા આવેલ આરટીપીસીઆર લેબ કે જે હાલમા બંધ હાલતમાં છે. આ લેબમાં 6 નંગ એસી સહિત લેપટોપ તથા કેલ્કયુલેટર, સ્ટેપલર મશીન અને પીન હતા. આરટીપીસીઆર લેબ બંધ હાલતમાં હોય તેનો લાભ લઈને કોઈ અજાણ્યા ઈસમોએ લેબના માસ્ટરમિક્ષ રૂમની ઉપરની બાજુએ આવેલ બારીનું પતરૂ તોડી બારી વડે અંદર પ્રવેશ કરી એસીના ઈન્ડોર નંગ 6, લેપટોપ, કેલ્કયુલેટર તેમજ સ્ટેપલર મશીન અને પીન તથા એસીના આઉટડોર કિંમત રૂપિયા એક લાખ ઈકોતેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.અલીખાન લોહાનીને થતા તેઓએ જંબુસર પોલીસ મથક ખાતે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવતા જંબુસર પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમીયાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.બી.રાઠવા તથા બીટ જમાદાર રાજેન્દ્રસિંહ બોથમ તથા સ્ટાફે તપાસનો દોર સંભાળી ચોરી કરી ફરાર થયેલાની શોધ આદરી હતી. તપાસ દરમ્યાન આ ગુનામાં મુબારક ઈસ્માઈલ રહીમ મલેક જંબુસર સંડોવણી જણાઈ આવતા પોલીસે તેઓની સઘન પુછપરછ કરતા તેઓએ આ ચોરી કરી હોવાનુ જણાવી ચોરી કરેલ તમામ મુદ્દામાલ બતાવતા તેને કબજે કરી ઉપરોક્ત બન્ને ઈસમોની ધરપકડ કરી આ ગુનામાં હજુ કોની સંડોવણી છે તે તરફ તપાસ હાથ ધરી છે.