ભાવનગરના ત્રણ યુવાને વહેલી સવારે ભુતેશ્વર મેલડી માતાજીના મંદિરે દર્શન કરીને પરત આવી રહ્યા હતા. ત્યારે અવાણિયા નજીક બે બાઈક અને એક્ટીવા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા સરદારનગરના યુવાનનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણેય વાહનમાં સવાર અન્ય પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરદારનગર, મફતનગર, લંબે હનુમાન પાસે રહેતા અજયભાઈ સુનિલભાઈ લાઠિયા (ઉ. વ. ૨૨), સંદિપભાઈ હિંમતભાઈ ચૌહાણ (રહે, સુભાષનગર) અને અન્ય એક મળી ત્રણ મિત્રો આજે રવિવારે વહેલી સવારના સુમારે અજયભાઈની ડ્રીમ યુગા બાઈક નં. જીજે. ૦૪. સીડી. ૭૩૩૪ લઈને ભુતેશ્વર ગામે આવેલ સુપ્રસિધ્ધ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. આમાં અકસ્માત બન્યો હતો જમા અકસ્માતમાં સૌપ્રથમ અકસ્માત નો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જોકે બાદમાં આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મૃત જાહેર કરાયો હતો આમાં અકસ્માતમાં ભોગ બનેલ વ્યક્તિ મૃત થયો હતો . . ત્યારે આ વખતે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી અકસ્માત માં ભોગ બનનાર નોંધાવેલ કાર્યવાહી મુજબ કરવામાં આવશે . .
