એમ. એન. હાઇસ્કુલમાં મતદાન જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા મહુવામાં મતદાન જાગૃતિ અંગે ચિત્રસ્પર્ધા યોજાઇ. મહુવામાં શેઠ એમ. એન. હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અંગે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો પૈકી પ્રથમ ત્રણ ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કાપડિયા અલ્પેશ જેઓને મહુવા મામલતદાર નિરવ પરિતોષના વરદ હસ્તે ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું. બીજા ક્રમે આવેલ ખેરાળા વિષ્ણુને સંશોધન કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી મહુવાના ડૉ. ગંભીરસિંહ એસ. વાળાના વરદ્દસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. ત્રીજા નંબર પ્રાપ્ત કરનાર બારૈયા મેહુલને આઈ. ટી. આઈ. મહુવાના આચાર્ય જીતેન્દ્રસિંહ પી. પરમારના વરદ્ હસ્તે ઇનામ આપવામાં આવ્યુ હતું. શાળાના આચાર્ય ગજ્જરે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતસિંહ ચૌહાણ અને દેશાણી દ્વારા આયોજનપૂર્વક સફળ બનાવ્યુ હતું. આ મહુવાની આ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટા પ્રમાણમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમ જ આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિ માટે ભાગ લીધેલ પ્રથમ ત્રણ બાળકોને ઇનામ અપાયા હતા . .

previous post