Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

લાકડાનાંવેપારીસાથેઅંજારનાંવરસામેડીસીમમાંઆવેલીખાનગીકંપનીએ૨.૯૧કરોડરૂપિયાનોચૂનોચોપડયો



(જી.એન.એસ) તા.૯

ગાંધીધામ,

ગાંધીધામ રહેતા લાકડાનાં વેપારી સાથે અંજારનાં વરસામેડી સીમમાં આવેલી ખાનગી કંપનીએ .૯૧ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો હતો. જેમાં દિલ્હી રહેતા ખાનગી કંપનીનાં ડાયરેક્ટર પતિ પત્નીએ ફરિયાદીની લાકડાની કંપનીમાંથી કુલ .૯૩ કરોડ રૂપિયાનો લાકડું ખરીદયો હતો જેની સામે કુલ .૯૨ કરોડ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને બાકી નીકળતા વેપારીનાં બે કરોડ રૂપિયા ચૂકવી તેમના સાથે છેતરપિંડી આચરી હતી. જેથી વેપારીએ કંપનીનાં ડાયરેક્ટર પતિ પત્ની અને તેમના બે મેનેજર સહિત કુલ ચાર વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાવ્યો હતોગાંધીધામનાં વોર્ડ ૭બી ગુરુકુળમાં રહેતા ૫૨ વર્ષીય રાજેન્દ્રભાઈ ગિરધરભાઈ વિઠલાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગાંધીધામનાં મીઠીરોહર ગામની સીમમાં આવેલી કમલેશ સેલ્સ કોર્પોરેશન નામની લાકડાની કંપની ચલાવે છે. જેમાં ફરિયાદીની કંપનીએ અંજારનાં વરસામેડી સીમમાં આવેલી નામધારી ટીમ્બર પ્રાઇવેટ લિમિટેડ અને વી વી વુડ એલ એલ પી નાં ડાયરેક્ટ આરોપી વઝીરસિંગ મનજીતસિંગ તેમજ તેમની પત્ની હરમીતકૌરને એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ફરિયાદીની કંપની સાથે કરેલા હાઇસીઝ એલ એગ્રીમેન્ટ તેમજ લોકલ સેલ માટે ઈમ્પોર્ટન્ટ વુડ લાકડું જેની કિંમત રૂ. ,૯૩,૩૯,૩૯૩ણો મુદ્દામાલ ખરીદયો હતો.જેની સામે આરોપીએ ફરિયાદીને કુલ રૂ. ,૯૨,૪૭,૮૭૯ ચૂકવી આપ્યા હતા. જ્યારે બાકીનાં રૂ. ,૦૦,૯૧,૮૧૪ રૂપિયા આરોપીની કંપનીએ ફરિયાદીને ચૂકવી તેમના સાથે ઠગાઇ કરી હતી. જેથી ફરિયાદીએ નામધારી ટીમ્બર પ્રા. લી તેમજ વી. વી. વુડ એલ એલ પીનાં ડાયરેક્ટર વઝીરસિંગ મંજીતસિંગ તેમજ તેમની પત્ની હરમીતકૌરે તેમજ કંપનીનાં મેનેજર ઠાકર ભાઈ અને કંપનીનાં દિલ્હી ઓફિસનાં મેનેજર સોનુભાઈ વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

संबंधित पोस्ट

 કાલાવડના નગરપીપળીયા ગામે ટ્રકે ૧૧ કેવીના વીજપોલને ઠોકરે ચડાવી એક લાખની નુકસાની પહોચાડી

Karnavati 24 News

અમદાવાદના ચાંદખેડામાં કારચાલક પોલીસકર્મીએ ટેમ્પોને મારી ટક્કર, અકસ્માતમાં બાળકનું મૃત્યુ

Gujarat Desk

અમદાવાદ: વટવામાં ધુળેટી લોહિયાળ બની, મિત્રે જ મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

Karnavati 24 News

6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બનશે આકર્ષણનું કેન્દ્ર

Gujarat Desk

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓ બંધ કરવા રજૂઆત કરતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી

Karnavati 24 News

રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી

Gujarat Desk
Translate »