Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

નકલી ચલણી નોટ પ્રકરણમાં નોટ સપ્લાય કરનાર મુખ્ય આરોપી ઝડપાયો

બારડોલી : ચર્ચાસ્પદ બનાવટી ભારતીય ચલણી નોટ કેસમાં નોટ છપાવી સપ્લાય કરનાર મુખ્ય આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથક હદ વિસ્તારમાં ને હા.48 પરથી હાઇવેની એક હોટલ નજીકથી દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની આઈ.સી.યુ.એમ્બ્યુલન્સ માંથી વિવિધ પતરાની પેટીઓમાં લઈ જવાતી 28 કરોડથી વધુની ડુપ્લીકેટ ચલણી નોટ મળી આવી હતી જોકે આ નોટ પર ફિલ્મના શુટિંગ માટે લઈ જવાતી હોવાનું જણાવી એમ્બ્યુલન્સના ડ્રાઇવર કમ ટ્રસ્ટી પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી જોકે પોલીસને શરૂઆતમાં જ શંકાસ્પદ લાગતા પોલીસે આરીપીને સઘન પૂછપરછ શરૂ કરી હતી જેમાં પોલીસને એકબાદ એક ચોંકાવનારી હકીકત અને મોટી બનાવતી નોટનો જથ્થો સામે આવ્યો હતો. તપાસ દરમ્યાન પોલીસે દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં 11 આરોપીઓની અટક કરવામાં આવી હતી. દરમ્યાન દિલ્હીથી 334 કરોડથી વધુનો નકલી ચલણી નોટનો જથ્થો ગુરુમિતસિંગ નામના આરોપીએ પ્રિંટિંગ કરાવી મુંબઈ ખાતે સપ્લાય કર્યો હતો. પોલીસે ગુરુમિતસિંઘની ઓફિસે દરોડા પાડી 17 કરોડની વધુ બનાવટી નોટ કબ્જે કરી હતી. પોલીસે ગુરુમિતસિંઘ જગજીતસિંઘ ઠઠલ (ઉ.વર્ષ 43, રહે wz 283/135 ત્રીજા માળે, મઠ્ઠીવાળી ગલી નંબર 5, વિષ્ણુ ગાર્ડન તિલક નગર, દિલ્હી વેસ્ટ  – 110018)ની ધરપકડ કરી હતી. ગુરુમિતસિંઘને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને 8 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા.

 

 

  • નકલી નોટ સપ્લાય બદલ ગુરમીતસિંઘને 13 લાખ રૂપિયા મળ્યા હતા

પકડાયેલો આરોપી ગુરમીતસિંઘ જગજીતસિંઘ ઠઠલ બાઉન્સરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પોલીસ પૂછપરછમાં જણાવ્યુ હતું કે, અગાઉ પકડાયેલા આરોપીઓ વિકાસ પદમચંદ જૈન અને પ્રવીણ જૈન સાથે સંપર્કમાં આવતા અલગ અલગ દરની બનાવટી ભારતીય ચલણી નોટોનો જથ્થો છપાવીયપવા માટે ડીલ કરી હતી. પકડાયેલા આરોપી ગુરુમિતસિંઘએ બનાવટી ચલણી નોટનો મોટો જથ્થો દિલ્હી ખાતે બનાવડવી વિકાસને સપ્લાય કર્યો હતો. જેના પેટે ગુરમીતસિંઘને 13 લાખ રૂપિયાની માતબર રકમ મળી હતી.

संबंधित पोस्ट

અરવલ્લી : ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર કોઈ પણ વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ મુકશો તો જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધાશે

Karnavati 24 News

 જામનગરના એક વેપારી પેઢીના સંચાલકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા

Karnavati 24 News

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

Karnavati 24 News

पति ने बेवफाई की तो पत्नी ने रचाई 9 शादियां, बियर बार में पकड़ी गई

Admin

 સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનું પેપર લીક કરનારા બાબરા લૉ કોલેજના પ્રિન્સીપાલ અને ક્લાર્ક સસ્પેન્ડ

Karnavati 24 News

ભગવાનને પણ ના છોડ્યા, ચમારડી ગામમાં એક સાથે નવ સ્થળો પર તસ્કરો ત્રાટક્યા

Karnavati 24 News