Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

પાટણ ના મહેમદપુર ગદોસણમાં પરેવીયા વીરદાદાના મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો

પાટણ શહેર ના મહેમદપુર ગદોસણમાં પરેવીયા વીરદાદા ના મંદિરે ભવ્ય લોક મેળો ભરાયો પાટણ નજીક મહેમદપુર ગદોસણ ખાતે આવેલા પારેવીયા વીરદાદાના મંદિરે લાભ પાંચમ નિમિત્તે શનિવારે પરંપરાગત ભવ્ય લોકમેળાની રંગત જામી હતી જ્યાં પારેવીયા વીરના દર્શન કરવા દૂર દૂરથી ભાવિક ભક્તો ઉમટ્યા હતા સવારથી જ મંદિર સંકુલમાં દર્શન કરવા ભક્તોની લાઇનો લાગી હતી મંદિર પરિસર બહાર મેળો ભરાયો હતો જેમાં મેળામાં આવેલા લોકોએ મેળામાં લાગેલા ખાણીપીણીના સ્ટોલમાં ખાવાનો આનંદ માણ્યો હતો તો બાળકો એ ચકડોળમાં બેસવાનો આનંદ લીધો હતો આજના આ કારતક સુદ પાંચમના લાડુ તથા મગદળના પ્રસાદીનો લાભ સાંડેસરા જયંતી ચુનીલાલ પરિવારે લીધો હતો અને ફૂલોની આંગીના યજમાન પદનો લાભ રામી ગૌરવ ભગવાનદાસ પરિવાર અમદાવાદ વાળાએ લઇ ધન્યતા અનુભવી હતી અને દાદાના અખંડ જ્યોતના યજમાનનો લાભ પંચાલ રજની વિઠ્ઠલે લીધો હતો આજે આ કારતક સુદ પાંચમના મેળાનું સુંદર આયોજન ટ્રસ્ટી મંડળ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી પારેવીયા યુવક મંડળ અને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરી હતી

संबंधित पोस्ट

પાટણની રાંકી વાવ ખાતે આદિત્ય ગઢવીના મારા મન મોર બની થનગનાટ કરે ગીતે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

Admin

સાયન્સ સિટી સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે

Admin

આજે બંગાળમાં જોવા મળશે ચક્રવાતી તોફાન ‘સિતરંગ’ની અસર, IMDએ આપી ચેતવણી, વહીવટીતંત્ર એલર્ટ

Admin

दिल्ली: एलजी के आदेशों का पालन करना बंद करें: मनीष सिसोदिया ने दी अधिकारियों को हिदायत

Admin

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

Admin
Translate »