Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાજકોટની કૉર્પોરેશન ઓફિસ પણ હવે સેફ નથી: બે સફાઈ કર્મચારીઓએ કરી ચોરી, કરાયો સસ્પેન્ડ

રાજકોટની કૉર્પોરેશન ઓફિસ પણ હવે સેફ નથી: બે સફાઈ કર્મચારીઓએ કરી ચોરી, કરાયો સસ્પેન્ડ રાજકોટમાં દિવસેને દિવસે ચોરી વધતી જઈ રહી છે ત્યારે રાજકોટની વોર્ડ ઓફિસ પણ હવે સેફ નથી રહી ત્યાં પણ ચોરીનો બનાવ બન્યો. રાજકોટની મહાનગરપાલિકાની ઓફિસમાંથી બે સફાઈ કર્મચારીઓએ ચોરી કરી. પકડાઈ હતા બન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યા. કોર્પોરેશન દ્વારા બે સફાઈ કામદારોને સસ્પેન્ડ કરવામાંમો આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં. ૧૮/બ માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા જિતેશભાઈ અમરશીભાઈ વાઘેલા દ્વારા વોર્ડ ઓફિસ ખાતેથી ઉપયોગી સામાનની ચોરી કર્યા હોવાનું ધ્યાને આવવા બદલ શો-કોઝ નોટીસ આપવામાં આપી હતી. તેઓ નિયત સમયમાં જવાબ રજુ કરવામાં ન આવતા તાત્કાલીક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શાખાના વોર્ડ નં. ૬/ક માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા સવિતાબેન બચુભાઇ દાફડાને સુપરવાઈઝરી સ્ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ગેરવર્તૂણક કરવા બદલ શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી. જે સબબ તેઓ નિયત સમયમાં જવાબ રજુ કરવામાં આવ્યો ન હોય, સરકારી કર્મચારીને ન શોભે તેવું તેમજ તેમના સુપરવાઈઝરી સ્ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ઝગડો કરી ગેરવર્તૂણક કરવા બદલ તાત્કાલીક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસપેન્ડ કરવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કારાવાસ સજા કરવામાં આવી

સુરત: વિચલિત કરનારી ઘટના: સુરતમાં 7 વર્ષનું બાળક માતા સાથે રોડ ક્રોસ કરી રહ્યું હતું, અચાનક સ્કૂલ બસે અડફેટે લેતા મોત

Admin

सरकारी अस्पताल के डॉक्टर और वार्ड बॉय ने बेहोश महिला मरीज के साथ किया रेप

Admin

પાકિસ્તાની ઘૂસણખોરની ભારતમાં ધરપકડ મામલામાં નુપુર શર્માને મારવાનો થયો ખુલાસો, મળી આવ્યો નકશો

Karnavati 24 News

आ गई वह शुभ घड़ी, 5 अगस्त 2020 को राममंदिर ही नहीं एक नए युग का भी है भूमिपूजन

Admin

हैरान कर रहा ट्रैफिक पुलिस का कारनामा, जानिए कैसे करते हैं पैसे की वसूली

Admin
Translate »