Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

INDVsAUS: હાર પછી ટીમમાં બદલાવ નક્કી, શું રોહિત શર્મા રિસ્ક લેશે?

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ટી-20 મેચમાં નાગપુરમાં આજે ટકરાશે. મોહાલીમાં મળેલી પ્રથમ ટી-20 મેચમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં બદલાવ થઇ શકે છે. ભારત માટે આ કરો યા મરોનો મુકાબલો છે અને એક હાર થતા જ સીરિઝ પણ હાથમાંથી જતી રહેશએ. રોહિત શર્મા ટી-20માં પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરી શકે છે.

ભારતની પ્લેઇંગ ઇલેવનમાં એક બદલાવ થઇ શકે

ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં એક બદલાવ થઇ શકે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પુરી રીતે ફિટ થઇ ગયો છે અને તે નાગપુરમાં રમશે. હવે સવાલ છે કે બુમરાહ ટીમમાં આવતા તેની જગ્યાએ કોને બહાર કરવામાં આવશે. ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે કારણ કે તે ટી-20 વર્લ્ડકપ સ્કવોર્ડનો ભાગ નથી અને હર્ષલ પટેલ ઓસ્ટ્રેલિયા જવાનો છે તો તેને જ તક મળશે.

બીજી તરફ રિષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સમાવવાની વાત પણ થઇ રહી છે. કાર્તિકને એક જ મેચમાં તક મળી છે અને તે ટીમ તેને વધુ તક આપવા માંગશે. મોહાલીમાં યુઝવેન્દ્ર ચહલની બોલિંગ પણ એવરેજ જોવા મળી હતી તો આર.અશ્વિનને તક મળી શકે છે. ભૂવનેશ્વર કુમારની જગ્યાએ દીપક ચહરને ટીમમાં તક આપવાની વાત થઇ રહી છે, જેમણે નાગપુરના મેદાન પર 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ચહરે બાંગ્લાદેશ વિરૂદ્ધ આ સિદ્ધિ મેળવી હતી એવામાં સવાલ છે કે શું રોહિત શર્મા દીપક ચહરને તક આપશે.

મહત્વપૂર્ણ છે કે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. ભારતીય બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક/ રિષભ પંત, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ/ અશ્વિન

संबंधित पोस्ट

રવિન્દ્રસિંહ જાડેજાઃ અલ્લુ અર્જુનના અવતારમાં જોવા મળતા પુષ્પાના ‘ભૂત’ પર સવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની તસવીર વાયરલ

Karnavati 24 News

IPL 2022: હાર્દિક પંડ્યાએ બતાવ્યો ધોનીનો ‘ગુરુમંત્ર’ , કહ્યું- ગુજરાત ટાઇટન્સ સાથે કેમ જોડાયો?

Karnavati 24 News

https://karnavati24news.com/news/13694

Karnavati 24 News

હરભજન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયો, પોતાને અલગ કરી, લોકોને અપીલ કરી

Karnavati 24 News

IND vs AUS 2022: ગ્લેન મેક્સવેલના રન આઉટ પર થયો હતો વિવાદ, કાર્તિકે કરી હતી ભૂલ; જાણો શું કહે છે નિયમ

અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ટીમ ઈન્ડિયા, 4 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં ક્રિકેટ મેચ

Admin