Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

માર્ક બાઉચર બન્યા IPLમાં મુંબઇ ઇન્ડિયન્સના નવા કોચ, જયવર્ધનેની જગ્યા લેશે

રિટાયર્ડ બ્યૂરોક્રેટ્સે ગુજરાતના ભ્રષ્ટાચાર વિશે પણ લખવુ જોઇએ: કેજરીવાલ

ગાંધીનગર:

મુંબઇ ઇન્ડિયન્સે તાજેતરમાં કોચિંગ સેટઅપમાં બદલાવ કર્યો છે, જે બાદ વધારાના સપોર્ટ સ્ટાફને કામ પર રાખવામાં આવ્યા છે. આઇપીએલના મુંબઇ ઇન્ડિયન્સના મુખ્ય કોચના રૂપમાં મહેલા જયવર્ધનેની જગ્યાએ માર્ક બાઉચરને નવા કોચ બનાવવામાં આવ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સે તેની જાહેરાત કરી છે.

જયવર્ધનેને મળી નવી જવાબદારી

બીજી તરફ મહેલા જયવર્ધને એમઆઇ ગ્રુપ માટે વૈશ્વિક પ્રદર્શનના મુખ્ય રીતે પદોન્નત થયા બાદ પોતાની ભૂમિકા છોડવા માટે પણ તૈયાર છે. આ ભૂમિકામાં તે વિશ્વભરના ગ્રુપની ત્રણ ટીમના તમામ કોચિંગ સ્ટાફ મુંબઇ ઇન્ડિયન્સ, કેપ ટાઉન અને એમઆઇ અમીરાતને જોશે કે તેની જાહેરાત કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે માર્ક બાઉચર આઇપીએલમાં આરસીબી માટે રમી ચુક્યો છે સાથે જ તેને 2016માં આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના વિકેટ કીપિંગની સલાહકારના રૂપમાં કામ કર્યુ હતુ. જોકે, એક કોચના રૂપમાં તેમની મોટી સફળતા ઘરે પરત આવી હતી, જ્યા તે ઘરેલુ ટીમ ટાઇટન્સના મુખ્ય કોચ હતા, જ્યા તેમણે પાંચ ઘરેલુ ખિતાબ જીતાડ્યા છે. પછી તેમણે 2019માં દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

CSA સાથે 2023 વન ડે વર્લ્ડકપ સુધી બાઉચરનો કરાર

મહત્વપૂર્ણ છે કે માર્ક બાઉચરનો ક્રિકેટ દક્ષિણ આફ્રિકા સાથે કરાર વર્લ્ડકપ 2023 વન ડે સુધીનો છે. આ પહેલા તેમણે આ કરારને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે.  હવે દક્ષિણ આફ્રિકન ટીમ સાથે બાઉચરનો અંતિમ દ્વિપક્ષીય પ્રવાસ ભારત વિરૂદ્ધ હશે, જે 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકન ટીમ સાથે બાઉચરની અંતિમ ટૂર્નામેન્ટ ટી-20 વર્લ્ડકપ 2022 હશે.

માર્ક બાઉચરની ક્રિકેટ કરિયર

બાઉચરે 13 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં દક્ષિણ આફ્રિકા તરફથી 147 ટેસ્ટ મેચ (206 ઇનિંગ, 5,515 રન, 30.03 એવરેજ, પાંચ સદી અને 35 અડધી સદી) ફટકારી છે.

295 વન ડેમાં (4,686 રન, એક સદી અને 26 અડધી સદી) જ્યારે 25 ટી-20 મેચમાં (268 રન) બનાવ્યા છે. માર્ક બાઉચરે 31 IPL મેચ પણ રમી છે જેમાં તેને 394 રન બનાવ્યા છે અને એક અડધી સદી ફટકારી છે.

संबंधित पोस्ट

Ranji Trophy: 5000મી મેચ ચેન્નાઇમાં શરુ થઇ, 88 વર્ષનો ઇતિહાસ ધરાવતી ટૂર્નામેન્ટના ખાસ મુકામની આ બે ટીમ સાક્ષી બની

Karnavati 24 News

અચાનક ટીમ ઈન્ડિયાનો આવો ધબડકો કેમ થવા માંડ્યો? રવિ શાસ્ત્રીએ આ કારણ આપી બધાને ચોંકાવ્યા

Karnavati 24 News

સૂર્યકુમાર યાદવે ઈશાન કિશન સાથે પુષ્પાના ગીત પર ડાન્સ કર્યો, જુઓ વીડિયો

Karnavati 24 News

WPL 2023: ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી આખી સિઝન માટે બહાર

Karnavati 24 News

બેન સ્ટોક્સની નિવૃતિથી પરેશાન સાઉથ આફ્રિકન સ્ટાર, કહ્યુ- ત્રણેય ફોર્મેટમાં રમવું મુશ્કેલ

Karnavati 24 News

Rohit Sharma એ ખરીદી ચમચમાતી કરોડોની કિંમતની મોંઘીદાટ કાર, બ્લ્યૂ ટીમની જર્સી જેવો જ પસંદ કર્યો રંગ

Karnavati 24 News