પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમને એશિયા કપમાં કાયમ રહેવા માટે દરેક મુકાબલો કરો યા મરો નો હશે. એક હાર તેને ફાઇનલની રેસમાથી બહાર કરી શકે છે. સાત બાર ની વિજેતા ટીમ જ્યારે મંગળવારે સુપર ફોર મુકાબલામાં શ્રીલંકા સામે ઉતરશે. આજે બોલરો પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર નજર રહશે. હવે ભારત માટે ટૂર્નામેન્ટમાં કાયમ રહેવા માટે વધુ પ્રયોગની કરવાની તક પણ નથી રહી.આજનો મુકાબલો ભારત માટે ખૂબ મહત્વનો છે.કરો યા મરો જેવી સ્થિતિ. ઇજાગ્રસ્ત રવિંદ્ર જાડેજા, હર્ષલ પટેલ, અને જસપ્રીત બુમરાહની ગેર હાજરીમાં ભારત પાસે બોલરોનો વધુ વિકલ્પ પણ નથી રહ્યા.તેવામાં આજે સૌની નજર બોલરો પર રહેશે. એક તરફ છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે કેચ છોડનાર અર્શદીપ આજે પ્લેયઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવશે કે નહીં તે પણ જોવાનું રહ્યું.પાકિસ્તાન સામેની હાર બાદ ટિમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે.એશિયા કપમાં શ્રીલંકા એટલું ફોમ માં દેખાઈ રહ્યું નથી.લાસ્ટ મેચમાં શ્રીલંકા સારું પ્રદશન કરી ફૉમ માં આવ્યું તો છે પણ ભારત સામે તેનું ટકવું મુશ્કેલ દેખાઈ રહ્યો છે.આજની મેચમાં ભારત શ્રીલંકા પર ભારી પડશે તેવું ચોક્કસ થી દેખાઈ રહ્યું છે
