Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જૂનાગઢના તબીબના ઓનલાઈન ફ્રોડમાં ગયેલા એક લાખ પરત અપાવતી જુનાગઢ એસઓજી

જૂનાગઢના તબીબ સાથે ઓનલાઈન ઇલેક્ટ્રિક બિલ ભરવાના નામે એક લાખની છેતરપિંડી કરાઈ હતી જોકે જુનાગઢ એસ ઓ જી એ ત્વરિત કાર્યવાહી કરી તબીબને ₹1,00,000 પરત અપાવ્યા હતા સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણા પરત અપાવવા રેન્જ ઇન્ચાર્જ ડીઆઈજી નિલેશ ઝાંઝરીયા ની સૂચના અને એસપી રવિ તેજા વાસમ સેટી ને સૂચના બાદ એસ ઓ જી એ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન જુનાગઢના તબીબને ઈલેક્ટ્રીક બિલ ભરવાનો મેસેજ આવ્યો. જો બિલ ન ભરે તો પાવર કનેક્શન કટ કરાશે તેમ કહી પોતાનો સંપર્ક નંબર અપાયો હતો બાદમાં તબીબે આ નંબર પર સંપર્ક કરતા ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહી લિંક મોકલી લિંક ઓપન કરતા ફોન નો તમામ કંટ્રોલ સામેવાળા પાસે જતો રહેતા તબીબે પોતાના ડેબિટ કાર્ડ દ્વારા એક લાખની ઓનલાઈન ખરીદી કરી લીધી બાદમાં તબીબે સાયબર સેલના દીપકભાઈ જાની નો સંપર્ક કર્યો બાદમાં એસ ઓ જીના પી આઈ એ એમ ગોહિલ સાયબર સેલના પીએસઆઇ જે એમ કોડીયાતર અને સ્ટાફ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી ફ્રોડ કરનાર જે વાઉચરની ખરીદી કરી તે ટ્રાન્જેક્શન અટકાવી ફ્રોડમાં ગયેલા એક લાખ તબીબના બેંક ખાતામાં રિફંડ કરાવ્યા છે

संबंधित पोस्ट

સાયબર ફ્રોડ નો ભોગ બનો તો તુરંત 1930 માં ફોન કરો

Admin

સુરત : બારડોલીમાં વિધિના બહાને છેડતી કરનાર લંપટ બાપુને પોલીસે પકડી પાડ્યો

Karnavati 24 News

 સેલવાસમાં લોનના નામે 30,000ની છેતરપીંડી કરનાર આરોપીની બિહારથી ધરપકડ

Karnavati 24 News

ભિલોડાના કડવથમાં મહિલા સાથે બિભત્સ વર્તન કરી તેના પતિ પર ચપ્પુથી હુમલો

વડીયા ના કોલડા ગામે લુટની ઇરાદે વુઘ્ઘ દપંતી પર હુમલો કરી લૂંટ નો નિસ્ફળ પ્રયાસ કરનાર આરોપી ઓ ઝડપાયા અમરેલી એલસીબી એ ચાર આરોપી ને ઝડપી લીધા

Admin

પોલીસે વિદેશીદારૂ સાથે એક ઇસમ ને ઝડપી પાડયો એક ની અટકાયત પાંચ વોન્ટેડ

Admin