Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

INDVsZIM: વોશિંગ્ટન સુંદર ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર, આ ઓલરાઉન્ડરને મળી તક

ભારત અને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ વન ડે સીરિઝ પહેલા ભારતીય ટીમના ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ઇજાને કારણે તે આ પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. બીસીસીઆઇએ તેના ઇજાગ્રસ્ત થવાની જાણકારી આપતા રિપ્લેસમેન્ટ ખેલાડીના નામની પણ જાહેરાત કરી છે.

ભારત અને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝ ગુરૂવારથી રમાશે. ટીમ ઇન્ડિયા તેની તૈયારીમાં લાગેલી છે. આ સીરિઝની શરૂઆત પહેલા ભારતીય ખેલાડી વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થયો હતો. હવે બીસીસીઆઇએ તેની પૃષ્ટી કરી છે. બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યુ કે સુંદરની જગ્યાએ શાહબાજ અહેમદને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

બીસીસીઆઇએ સુંદરની ઇજાને લઇને જાણકારી આપતા જણાવ્યુ, ઓલ ઇન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ શાહબાજ અહમદને વોશિંગ્ટન સુંદરના રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કર્યો છે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝમાં તે ટીમનો ભાગ હશે. વોશિંગ્ટન સુંદરને કાઉન્ટી ક્રિકેટમાં રમવા દરમિયાન ખભામાં ઇજા થઇ હતી, જેને કારણે તે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ વન ડે સીરિઝની બહાર થઇ ગયો છે.

શાહબાજ અહમદનું પ્રદર્શન

બંગાળ તરફથી રમનારા શાહબાજ અહમદ ઘરેલુ મેચમાં બોલ અને બેટ બન્નેથી સારૂ પ્રદર્શન કર્યુ છે. તાજેતરમાં રણજી સીઝનમાં સેમિ ફાઇનલ મેચમાં મધ્ય પ્રદેશ વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારવાની સાથે 8 વિકેટ પણ ઝડપી હતી. ઇન્ડિયા એ તરફથી રમી ચુકેલા આ ખેલાડીને પ્રથમ વખત ભારતીય ટીમમાં જગ્યા મળી છે.

શાહબાજ અહેમદે 29 ફર્સ્ટ ક્લાસ ઇનિંગમાં 1041 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 7 અડધી સદી સામેલ છે, તેના નામે ફર્સ્ટ ક્લાસ મેચમાં 57 વિકેટ પણ છે. તે 26 લિસ્ટ એ મેચ 662 રન બનાવવાની સાથે શાહબાજે 24 વિકેટ પણ ઝડપી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી રમનારા આ ખેલાડીએ 29 મેચમાં 13 વિકેટ લેવાની સાથે 279 રન પણ બનાવ્યા છે.

ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ભારતીય ક્રિકેટ ટીમ

લોકેશ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, રિતૂરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (વિકેટ કીપર), સંજૂ સેમસન (વિકેટ કીપર), શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, શાહબાજ અહમદ

संबंधित पोस्ट

પાટણ માં તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ, 29 ભાઈઓ-બહેનોની ટીમોએ ભાગ લીધો

Karnavati 24 News

ટી-20 વર્લ્ડકપ 2022 માટે ટીમ ઇન્ડિયા સાથે જશે આ ચાર ખેલાડીઓ, જાણો કારણ

ઝિમ્બાબ્વે સામે ભારતનો અદભૂત વિજય, હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સાથે ટકરાશે

Admin

ભાસ્કર વિશ્લેષણ: હૈદરાબાદનો ઉમરાન સૌથી સફળ અનકેપ્ડ પ્લેયર, બેઝ પ્રાઈઝ આયુષ બદોની ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમે છે

Karnavati 24 News

ઝૂલન ગોસ્વામીની અંતિમ મેચમાં કેપ્ટન હરમન ભાવુક થઇ, લૉર્ડ્સના મેદાન પર ક્રિકેટરની શાનદાર વિદાય

IND vs SA: જોહાનિસબર્ગમાં ‘બેઈમાન’ સીઝન! ટેસ્ટના પ્રથમ દિવસે કટોકટી વર્તાઈ રહી છે

Karnavati 24 News
Translate »