શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ ઉન્સીલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તેમજ વાચક વર્ગ માટે પોરબંદર ખાતે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મહેર જ્ઞાતિના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા વર્ગ તેમજ સાહિત્યના વાચક વર્ગ માટે પોરબંદર ખાતે મહેર વિદ્યાર્થી ભવન ખાતે પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવેલ હતું . આ પુસ્તકાલય માટે સંસ્થાના ઉપપ્રમુખ જતેન્દ્રભાઇ વદરના સંકલનથી મહેર ઓફિસર્સ ગ્રુપમાંથી વિમલભાઇ ઓડેદરા , મૂળુભાઇ ગોઢાણીયા , જીતેન્દ્રભાઇ વદર , નાથાભાઇ દિવરાણીયા સહિતના અધિકારીઓના અનુદાનથી સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો તથા રાજકોટ સીટી કાઉન્સીલના પ્રમુખ નાગેશભાઇ ઓડેદરાના આર્થિક સહયોગથી સાહિત્યના પુસ્તકોનું અનુદાન પ્રાપ્ત થયેલ તેમજ પ્રીતિબૈન બાપોદરાના માર્ગદર્શન દ્વારા પોરબંદર ખાતે સંસ્થા દ્વારા પુસ્તકાલયની રચના કરવામાં આવેલ છે.કર્નલ રાજેશસિંહ તથા દાતા નાગેસભાઇ ઓડેદરાના વરદ હસ્તે આ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવેલ હતું . આ પુસ્તકાલય લોકાર્પણ કાર્યક્ર મમાં સંસ્થાના ઉપપ્રમુખ બચુભાઇ આંત્રોલીયા , લાખાભાઇ કેશવાલા તથા નવઘણભાઇ એલ . મોઢવાડીયા , સંસ્થાના ટ્રસ્ટી અરજનભાઇ ખીસ્તરીયા , લેફ , રોહિત ધાનખાર ( નેવલ બેઇઝ પોરબંદર ) , નાયબ સુબેદાર નિખીલેશ , સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રાણાભાઇ સીડા , ભોજાભાઇ આગ , નિલેશભાઇ પરમાર , કેશુભાઇ ખૂંટી , રાણાભાઇ ઓડેદરા , હમીરભાઇ ખીસ્તરીયા સહિતના કાર્યકર્તા ભાઇઓ તથા બહેી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનો હાજર રહ્યા હતા.આ પુસ્તકાલય ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કાર્યાલય , મહેર વિદ્યાર્થી ભવન , એરપોર્ટ રોડ , માધવાણી કોલેજ સામે રાન પેટ્રોલિયમ સર્વિસ રોડ પોરબંદર ખાતે સોમથી શનિ સવારે ૯.૩૦ થી સાંજે ૬:૩૦ સુધી ખુલ્લુ રહેશે . આ પુસ્તકાલયનો વધુમાં વધુ લાભ લેવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે .
