Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ગોઢાણીયા કોલેજમાં એમ.કોમ સેમ .૧ નો પ્રવેશોત્સવ ઉજવાયોઃ કોમર્સનો અભ્યાસક્રમ કારકીર્દી માટે શ્રેષ્ઠ હોવાનું જણાવાયું

યુવાપેઢીએ માસ્ટરના અભ્યાસક્રમમાં સંશોધનવૃતિ દાખવવી જરૂરી છે . તે પ્રકારની માહિતી એમ . કોમ . સેમ . ૧ ના પ્રવેશોત્સવ સમયે ગોઢાણીયા મહિલા કોલેજમાં અપાઇ હતી . ગોઢાણીયા મહિલા કોલેજમાં એમ.કોમ . સેમ -૧ નો પ્રવેશઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું . આ પ્રવેશ ઉત્સવની શરૂઆત કોલેજ પ્રાર્થનાર્થી કરવામાં આવી હતી . એમ.કોમ . સેમ -૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવેલ . મહેમાનોએ દીપ પ્રાગટચ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવેલ . શરૂઆતમાં સ્વાગત પ્રવચનમાં પી.જી. ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જ પ્રો . રણમલભાઇએ શબ્દો દ્વારા સ્વાગત કરીને કોલેજની શરૂઆતને ૩૫ વર્ષ પૂર્ણ થાય છે અને ત્યારથી જ શ્રેષ્ઠ પરિણામ આવે છે . તેની માહિતી પૂરી પાડી હતી . એમ.કોમ.માં ભકત કવિ નરસિંહ મહેતા યુનિ . ના અત્યાર સુધીના બધા વર્ષના ગોલ્ડ મેડલ , ગોઢાણિયા મહિલા કોલેજને મળેલ છે જે એક રેકોર્ડ છે . * ટ્રસ્ટના પ્રમુખ ડો . વિરમભાઇએ તેમના પ્રવચનમાં જણાવેલ કે આપણી કોલેજમાં શિક્ષણની સાથે શિસ્તનું પાલન થાય છે . જે ખૂબજ જરૂરી છે . બે વર્ષથી પ્રવેશોત્સવ બંધ હતા પણ આ વર્ષે આપણી કોલેજમાં ઘણા પ્રવેશોત્સવના કાર્યક્રમો થયેલ છે . શિસ્ત એ શિક્ષણનો એક ભાગ છે . ફકત શિક્ષણ જ નહીં પરંતુ કવોલીટી શિક્ષણની જરૂર છે . આપણા કેમ્પસમાં મેડીકલ સિવાયની શિક્ષણની સુવિધાઓ છે . અત્યારે શિક્ષણમાં સતત બદલાવ આવી રહેલ છે . કોમર્સ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝમાં બદલાવ અને પરિવર્તન વધુ આવે છે . તેથી ગોલ્ડ મેડલ મેળવવો તેની સાથે આ પરિવર્તનને અનુરૂપ જ્ઞાન મેળવવું જરૂરી છે . કોમર્સ વિષય શ્રેષ્ઠ વિષય છે અને ભવિષ્યમાં ખુબજ ઉપયોગી થાય તેવો વિષય છે . દરેક દેશમાં કોમર્સ માટે શ્રેષ્ઠ તકો રહેલી હોય છે . ભારતનું અર્થતંત્ર ગતિમાં છે તેથી તમારા વિષયની પસંદગી શ્રેષ્ઠ છે . બધા દેશોમાં બદલાવ આવી રહ્યો છે . પાડોશી દેશોમાં ફુગાવો વધુ છે . અમેરિકા જેવા દેશો પણ વ્યાજદર વધારીને ફુગાવા પર અંકુશ માટે પ્રયત્નો કરે છે . તમે અભ્યાસ સાથે સતત સંશોધન કરો . ફકત પુસ્તકનું જ્ઞાન ઉપયોગી થશે નહીં . તેથી કૌશલ્યનો વિકાસ જરૂરી છે . જેના માટે જીજ્ઞાસા વૃત્તિ જરૂરી છે . કોમર્સ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી અંગે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થતા પરિવર્તનોનો સતત અભ્યાસ કરો . નવું શું થાય છે તે સતત જાણવું જરૂરી છે . કોમર્સમાં સ્પેસ્યલાઇઝેશન કરીને આગળ વધો . ભવિષ્યમાં એમ.બી.એ. કરો . પી.એચ.ડી. કરી ડોકટર બનો માસ્ટર ડિગ્રી મેળવનારને આ સંસ્થામાં જો જગ્યા હોય તો તક આપવામાં આવે જ છે . તમારી ક્ષમતાને વધારો . ડોકટર હોવા છતાં કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇકોનોમી તેમના ફેરવીટ વિષયો છે અને તેનું સતત વાંચન કરે છે તેવું જણાવેલ . તમારા બ્રેઇનનો પૂરેપૂરો ઉપયોગ કરો . તમારા માટે ખૂબ જ તકો રહેલી છે . તમારા જ્ઞાનની સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરો . તમારો વિષય ઇન્ટરેસ્ટીંગ છે . તેથી ભવિષ્યમાં વધુ ચર્ચાકરશું . બધાને આ સંસ્થામાં આવકારવામાં આવે છે અને કોઇપણ સુવિધાની જરૂર હોય તો તે પૂરી પાડવામાં આવશે . સ્પોર્ટસ સહિતની બધી જ સુવિધાઓ તમને મળશે.વર્કિંગ ટ્રસ્ટી હિનાબેન ખુંટીએ દરેકનું સ્વાગત કરીને જણાવેલ કે તમે અત્યાર સુધી મધ્યાન ભાગ સુધીનો અભ્યાસ કરેલ છે . હવે તેમાં માસ્ટર બનવા જઇ રહ્યા છો . જે ગોલ્ડ મેડલ મેળવે છે તેને ભરતી પ્રક્રિયામાં વધુ માર્કસ મળે છે . ભવિષ્યમાં મહેનત કરી પ્રોફેસર બનો જી.પી.એસ.સી. પાસ કરીને અધિકારી બનો તેવી શુભેચ્છાઓ આપી હતી . બી.એડ કોલેજના ડાયરેટર ભરડાએ જણાવેલ કે આપણી કોલેજનું સુંદર રૌક્ષણિક વાતાવરણ હોવાથી વધુ ગોલ્ડ મેડલ મળે છે . ગોલ્ડ મેડલ મેળવવા બદલ વિદ્યાર્થીનીઓને અને સ્ટાફને બિરદાવેલ . આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન એમ.કોમ . સેમ -૩ ની વિદ્યાર્થીનીઓ લાખાણી . રીયા અને રામદત્તી ડિમ્પલે કરેલ . અંત આભારવિધિ રામદત્તી ડિમ્પલે કરી હતી .

संबंधित पोस्ट

 અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, રવિવારે મતદાન

Karnavati 24 News

 સિદ્ધપુરનાં નેદ્રા ગામમાં વિકાસ કામોનો અભાવ, આગામી ચૂંટણીમાં ગ્રામજનો આકરા પાણીએ

Karnavati 24 News

दलित छात्र ने मटके से पानी पिया तो टीचर ने की मारपीट, हुई मौत

Karnavati 24 News

क्यों होता है कमर में दर्द जानिए इसके लक्षण और बचाव

Karnavati 24 News

રાજકોટ એસ.ટી તંત્રને રક્ષાબંધનો પર્વ ફળ્યો, 58 લાખની અવાક થઇ

Karnavati 24 News

 ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ભારે પવનના કારણે બંધ રાખવામાં આવી

Karnavati 24 News