Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પાટણ માં કપાસ ના વાવેતરમાં સતત વરસાદથી નુકસાનથી ખેડૂતોમાં ચિંતા

પાટણ માં કપાસ ના વાવેતરમાં સતત વરસાદથી નુકસાનથી ખેડૂતોમાં ચિંતા પાટણ જીલ્લા માં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં કપાસના છોડ પીળા પડી ગયા દર વર્ષે સરસ્વતી તાલુકાના ખેડૂતો દ્વારા સૌથી વધુ કપાસનુ વાવેતર કરાય છે પરંતુ ચાલુ સિઝન દરમિયાન વાવેતરમાં ઘટાડો થયો છે વધુમાં સતત વરસાદના કારણે કપાસની માવજત ન થઈ શકતા વધી પડેલ ખડ અને વરસાદી પાણી ભરાતા તેના કારણે કપાસના છોડ પીળા પડી ગયા છે તેમજ નવા કાલા ખરી પડવા વગેરેની ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે પાટણ તાલુકાના ખારેડા ગામના ખેડૂત પ્રહલાદજી રામચંદજી ઠાકોરે જણાવ્યુ કે ચાલુ સીઝનમાં 7 વિઘા કપાસનુ વાવેતર કર્યુ છે તેમા 3 વિઘા કપાસના ખેતરમાંવરસાદી પાણી ભરાઇ રહેતા કપાસના છોડ પીળા પડી ગયા છે હવે કેટલો કપાસ બચશે તે નક્કી નથી કપાસનું વાવેતર થયા બાદ સતત વરસાદ ચાલુ રહેતા કપાસ વાળા ખેતરમાં એક તરફ નીંદામણ વધી ગયું છે અને બીજી તરફ વરસાદી પાણી ભરાઇ રહેવાથી ચિંતા વધી છે ભાટસણ સેજાના ખેતીવાડી ગ્રામ સેવક રાયમલભાઇ પરમારે જણાવ્યું કે સરસ્વતી તાલુકામાં ગત વર્ષે 3990 હેક્ટર કપાસનું વાવેતર થયું હતુ ચાલુ સીઝનમાં 3815 હેક્ટર જમીન વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે તે ગત વર્ષ કરતા 175 હેક્ટર વાવેતર ઘટ્યું છે

संबंधित पोस्ट

ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં બ્લાસ્ટઃ વિસ્ફોટના અવાજથી ગભરાટ; ગેસ લીકને રોકવાનો પ્રયાસ કરીને જગ્યા ખાલી કરાવી

Karnavati 24 News

SC એ ફગાવી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને CJI બનતા રોકવાની અરજી, જણાવ્યું આ કારણ

Admin

શિશુવિહાર સંસ્થા દ્વારા એમ. કે. જમોડ શાળા ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ

Karnavati 24 News

ઉદ્ઘાટનના પાંચ દિવસ બાદ જ વરસાદમાં બુંદેલખંડ એક્સપ્રેસ વે નું ધોવાણ, નબળી કામગીરી છતી થઇ

Karnavati 24 News

ઓપરેશન બ્લુ સ્ટારની 38મી વર્ષગાંઠ: ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા; જુથેદારે શુટીંગ રેન્જ ઉભી કરવા અને આધુનિક હથિયારોની તાલીમ આપવાનો સંદેશો આપ્યો હતો

Karnavati 24 News

નાઈજીરિયામાં પોલીસને મોટી સફળતા મળી છે, લગભગ 100 અપહરણ લોકોને બિનશરતી બચાવી

Karnavati 24 News