Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ઝીમ્બાબ્વેએ ત્રીજી મેચ જીતી રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશ સામે પ્રથમવાર જીતી ટી-20 સીરિઝ,

ઝિમ્બાબ્વેએ ત્રણ મેચની T20I શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં બાંગ્લાદેશને 10 રને હરાવ્યું. આ જીત સાથે ઝિમ્બાબ્વેએ શ્રેણી 2-1થી જીતી લીધી છે. ઝિમ્બાબ્વેએ આ સાથે ઈતિહાસ રચ્યો છે. ક્રેગ એર્વિનની આગેવાની હેઠળની ઝિમ્બાબ્વે ટીમ બાંગ્લાદેશ સામે પ્રથમવાર ટી-20 સીરિઝ જીતવામાં સફળ રહી છે. આ પહેલા ઝિમ્બાબ્વેની ટીમ ક્યારેય બાંગ્લાદેશ સામે ટી20 શ્રેણી જીતી શકી નથી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 8 વિકેટે 146 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી, પરંતુ ટીમ 10 રન જ બનાવી શકી હતી.

157 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે માત્ર 34ના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. લિટન દાસ 6 બોલમાં 13 રન, પરવેઝ 6 બોલમાં 2 રન અને વિકેટકીપર અનામુલ હક 13 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. મહમુદુલ્લાહે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ 27 બોલમાં 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અફીફ હુસૈન 27 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યો હતો. મહેંદી હસને 17 બોલમાં 22 રન બનાવ્યા હતા. વિક્ટર ન્યુચીએ ત્રણ અને બ્રાડ ઇવાન્સે બે વિકેટ લીધી હતી.

આ પહેલા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. ચકબવા અને એવિને પ્રથમ વિકેટ માટે 29 રનની ભાગીદારી કરી હતી. પરંતુ તે પછી થોડી જ ઓવરોમાં ટીમનો મિડલ ઓર્ડર વેરવિખેર થઈ ગયો હતો. ઝિમ્બાબ્વેએ 10 રનની અંદર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. રેયાન બર્લે અને અલ જોંગવે વચ્ચેની અડધી સદીની ભાગીદારીથી ઝિમ્બાબ્વેએ 150નો સ્કોર પાર કર્યો હતો. રિયાને પણ ફિફ્ટી ફટકારી હતી. બંને ટીમો વચ્ચે શુક્રવારથી વનડે શ્રેણી શરૂ થશે.

संबंधित पोस्ट

IND vs SA: વિરાટ કોહલી-રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવાની જરૂર છે, નહીં તો તેમને મોટી કિંમત ચૂકવવી પડશે!

Karnavati 24 News

કચ્છના ગૌરવ આદિત્યરાજસિંહ જાડેજા ની રણજી ટ્રોફી માટે પસંદગી થઇ

Karnavati 24 News

ખેલ મહાકુંભનો પ્રારંભ : રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો : તાલુકા કક્ષાની તથા જિલ્લા કક્ષાની રમતોમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા

Karnavati 24 News

એશિયા કપમાં બુમરાહ બહાર તો મોહમ્મદ શમીને કેમ ના મળી તક?

Karnavati 24 News

કોચ રમેશ પવાર સાથેના ઝઘડા પર મિતાલી રાજનું નિવેદન, કહ્યું- બધાને વાર્તાની માત્ર એક બાજુ ખબર છે

Karnavati 24 News

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News