દેત્રોજ – રામપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા દેત્રોજ મામતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યુ
દેત્રોજ – રામપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આજે દેત્રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ છે આવેદનપત્ર જણાવ્યા અનુસાર પંચાયત તલાટી કમ મંત્રી સંવર્ગ ના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ ન આવતા આવતીકાલે તારીખ 2-8-2022 થી રાજ્યભરના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે ત્યારે દેત્રોજ તાલુકા તલાટી કમ મંત્રીઓ પણ હડતાલમાં જોડાશે અને આવતીકાલે તારીખ 2-8-2022 થી અચોક્કસ મુદ્દત ની હડતાલ પર ઉતરશે તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા 13-8-2022 થી 15- 8- 2022 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરી માં રાષ્ટ્રધ્વજ પૂર્ણમાન સન્માન સાથે ફરકાવવા ની કામગીરી સિવાય ની તમામ કામગીરી નો બહિષ્કાર કરશે . એટલે આવતીકાલે તારીખ 2 – 8 – 2022 ને મંગળવાર થી દેત્રોજ રામપુરા તાલુકા ના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદત ની હડતાલ કરશે .
