Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

ચોમાસામાં કપડામાંથી આવે છે વાસ? તો આ રીતથી એક જ મિનિટમાં દૂર કરી દો દૂર્ગંધ

વરસાદી માહોલ શરૂ થઇ ગયો છે ત્યારે અનેક વસ્તુઓ સમય કરતા વહેલા બગડી જાય છે. આ વાતાવરણમાં કોઇ પણ વસ્તુમાં ભેજ જલદી લાગી જાય છે. વરસાદી માહોલમાં ખાસ કરીને કપડા સુકાવવાને લઇને સૌથી મોટો ત્રાસ હોય છે. આ વાતાવરણમાં કપડા સરખા સુકાતા નથી તો એમાંથી વાસ આવવા લાગે છે. કપડામાંથી સ્મેલ આવવાની જગ્યાએ એમાંથી વાસ આવવા લાગે છે. હવામાં ભેજને કારણે કપડાથી લઇને અનેક વસ્તુઓ જલદી ખરાબ થઇ જાય છે અને પછી એને ફેંકવાનો વારો આવતો હોય છે. આમ, જો તમે વરસાદી વાતાવરણમાં કપડામાં આવતી વાસથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ ટ્રિક તમારા માટે જોરદાર છે. તો જાણો તમે પણ…

  • ઘણાં લોકોની આદત હોય છે કે કપડા કાઢીને એને ડાયરેક્ટ મશીનમાં નાંખવાની આદત હોય છે. વરસાદી વાતાવરણમાં તમે પલળો છો તો પછી એ કપડાને ક્યારે પણ ડાયરેક્ટ મશીનમાં નાંખશો નહિં. આમ કરવાથી તમારા કપડામાં વાસ આવવા લાગે છે. વાસથી બચવા માટે તમે કપડાને બાથરૂમમાં હેન્ગર પર લગાવો અથવા તો ખુલ્લી જગ્યામાં રાખો. આમ કરવાથી કપડામાં વાસ આવતી નથી. આ માટે ક્યારે પણ ભીના કપડાને મશીનમાં નાંખશો નહિં.
  • લીંબુમાં અનેક ગુણો એવા હોય છે જે તમારા કપડામાંથી આવતી વાસને દૂર કરવામાં મદદ કરે છે. કપડામાંથી વાસ દૂર કરવા માટે તમે લીંબુનો રસ પાણીમાં મિક્સ કરો અને આ પાણીને બરાબર હલાવી દો. પછી આ કપડાને પાણી નાંખો અને અડધો કલાક માટે પલાળી રાખો અને પછી ધોઇ લો. ત્યારબાદ આ કપડાને સુકવી લો. આમ કરવાથી કપડામાંથી વાસ તરત જ દૂર થઇ જશે.
  • કપડામાંથી આવતી વાસને દૂર કરવા માટે તમે સિરકાનો ઉપયોગ કરી શકો છો. સિરકામાં રહેલા ગુણો વાસથી ફેલાતા બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે. કપડામાંથી આવતી વાસને દૂર કરવા માટે તમે પાણીમાં સિરકા નાંખો અને પછી કપડાને સાદા પાણીથી ધોઇ લો. આમ કરવાથી કપડામાંથી વાસ ઉડી જશે અને કપડા ધોયા પછી મસ્ત ચમકી પણ જશે.

संबंधित पोस्ट

હોળી દરમિયાન ભુલથી પણ ગર્ભવતી મહિલાઓએ ન કરવું જોઈએ આ કામ….

Karnavati 24 News

અપનાવો આ વાસ્તુ ટિપ્સ, ‘વેલેન્ટાઇન વીક’માં પતિ-પત્ની વચ્ચે નહિં થાય કોઇ ઝઘડો

Karnavati 24 News

આ સમયે દરરોજ ખાઓ 1 કિવી, વજન ઉતરી જશે સડસડાટ અને સાથે થશે આ ફાયદાઓ પણ

Karnavati 24 News

આજે જ છોડો આ 3 ખરાબ આદતો, નહીં તો તમને હાર્ટ એટેક આવી શકે છે.

Karnavati 24 News

દરરોજ સવારના નાસ્તમાં સામેલ કરો આ વસ્તુ, વજન ઉતરશે સડસડાટ…

Karnavati 24 News

रोजाना करेले का जूस पीने से होने वाले इन विशेष फायदों के बारे में जरूर जाने

Admin
Translate »