Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

ભાવનગરનાં કુંભારવાડાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

ભાવનગરનાં કુંભારવાડાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો ભાવનગરનાં કુંભારવાડાની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના ૨૦ વર્ષોના વિકાસની ગાથા સાથે અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે વિકાસરથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારશ્રીની ૨૦ વર્ષની વિકાસયાત્રાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ થકી સરકારની વિકાસલક્ષી યોજનાની જાણકારી અને સાફલ્ય ગાથાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ-ફિલ્મો નું નિદર્શન કરી દરેક શહેર તથા ગામોમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકિય સહાયનું વિતરણ, વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. વંદે ગુજરાત વિકાસ યાત્રાએ લોકોને સરકારની યોજનાના લાભોની માહિતી પહોંચતી કારરવાની સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ પર એલઈડી સ્ક્રીન દ્વારા લોકોને સરકારની આર્થિક સહાયથી પગભર થયેલા લોકોની વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળા ખાતે વિકાસ રથ યાત્રાનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા છેલ્લા તબક્કામાં છે ત્યારે ભાવનગરનાં કુંભારવાડા વિસ્તારમાં યાત્રાનું સ્વાગત સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ તકે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાએ છેલ્લા ૨૦ વર્ષમાં સરકારની વિવિધ યોજનાથી લોકોના જીવન ધોરણ તથા સગવડમાં થયેલા વધારા અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલિયા, કોર્પોરેટરશ્રી, શાળાના શિક્ષકગણ, આંગણવાડીની બહેનો તથા શાળાના બાળકો ઉપસ્થિત રહી વિકાસ રથને ઉત્સાહભેર આવકારી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

संबंधित पोस्ट

પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીમાં ૧૪ થી ૨૧ સુધી સહકારી સપ્તાહની ઉજવણી

Karnavati 24 News

દેશમાં 24 કલાકમાં 547 નવા કેસ, એપ્રિલ 2020 પછી નોંધાયા સૌથી ઓછા કેસ

Admin

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

Karnavati 24 News

ચીનની ફરી અવળચંડાઈ, ડોકલામ સરહદ પર ફરી એકવાર આધુનિક ગામ વસાવી દીધું

Karnavati 24 News

બળજબરીથી ધર્મ પરિવર્તન પર સુપ્રીમ કોર્ટ ગંભીર, કહ્યું- તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતા પર થાય છે અસર

Admin

હોલેન્ડ દક્ષિણ યુપીમાં ડેરી ટ્રેડિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની યોજના ધરાવે છે